Rahul Gandhi live: દેશભરમાં નવા સીમાંકનના મામલા પર ચર્ચાઓ થઈ રહી છે. દરમિયાનમાં વોટ ચોરીનો આરોપ કોંગ્રેસ સહિત વિપક્ષો લગાવી રહ્યા છે જેમના પર છે તે મુખ્ય ચૂંટણી અધિકારી જ્ઞાનેશ કુમાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ પર રાહુલ ગાંધી વધુ એક વાર વરસ્યા છે. તેમણે કેટલીક બાબતો માં સ્ફોટક નિવેદનો પણ કર્યા છે. તેઓ જ્ઞાનેશ કુમારને પણ આ દરમિયાન ક્રિમિનલ તરીકે જ સંબોધે છે. તેઓ અત્યંત આકરા તેવરમાં જોવા મળ્યા છે.
રાહુલ ગાંધીએ સ્પષ્ટ ભાષામાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેક વડાપ્રધાન છે. તેમણે કહ્યું કે વોટ ચોરીમાં જે લોકો છે તેમને છોડીશું નહીં. વિદેશ પણ ભાગી જશે તો ત્યાંથી પકડી લાવીશું. તેમણે નવા સીમાંકન પછી શું અસર થવાની છે તે અંગે કોંગ્રેસનો મત રજૂ કર્યો હતો. જુઓ તેમણે શું કહ્યું…








