નવજીવન ન્યૂઝ. ઝારખંડ: સમ્રગ દુનિયામાં આજે મુસ્લિમ સમુદાય દ્વારા ત્યાગ, બલિદાન અને શબર માટે શાહિદ થનારા ઈસ્લામ ધર્મના સંસ્થાપક મોહમંદ પયગંબરના દોહિત્ર ઇમામહુસેન અને તેમના પરિવારની અને તેમની સાથે તેમના 70 અનુયાયીઓએ આપેલા બલિદાનની યાદમાં આજે મહોરમ (Muharram) તહેવાર ઉજવે છે. સાથે જ મુસ્લિમ સમુદાય આજના દિવસને ઇમામહુસેન અને તેમના સાથીઓના બલિદાનની યાદમાં શોક પાળીને ઈબાદત કરે છે અને તાજિયા જુલૂસ કાઢીને માતમ મનાવે છે. ઝારખંડમાં (Jharkhand) આવું જ એક તાજિયા જુલૂસ કાઢવામાં આવ્યું હતું, જેમાં એક દુર્ઘટના ઘટી છે અને 4 વ્યક્તિઓના મૃત્યુ થયા છે, તેમજ 9 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને હાલ સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.
મળતી વિગતો મુજબ, ઝારખંડના બોકારોના બર્મો વિસ્તારમાં શનિવારે સવારે 6 વાગ્યા આસપાસ તાજિયા જુલૂસ પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન 11000 વૉલ્ટના એક વાયરના સંપર્કમાં આવતા એક બેટરીમાં જોરદાર ધડાકો થયો હતો, જેના કારણે તજીલા જુલૂસમાં દોડધામ મચી ગઈ હતી. આ ધડાકાના કારણે 4 લોકોનું મૃત્યુ થયું હતું અને 9 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
બેટરીમાં ધડાકો થતાં આસપાસના સ્થાનિકો લોકોની મદદે દોડી આવ્યા હતા. ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને લોકોએ નજીકની ડીવીસી બોકારો હોસ્પિટલમાં મ્ક્લિ આપ્યા હતા. અત્યાર સુધી માલતિ માહિતી મુજબ આ દુર્ઘટનામાં અત્યાર સુધી 4 વ્યક્તિઓનું મૃત્યુ થયું છે અને 9 જેટલા લોકોની હાલ સારવાર હેઠળ છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








