નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) દિવસેને દિવસે ચોરીના બનાવો વધી રહ્યા છે. ચોરો બેફામ બની ધોળા દિવસે ચોરી (Theft) કરીને સામાન્ય લોકો અને વેપારીને લાખો રૂપિયાનું નુકશાન પહોચાડી રહ્યા છે. ત્યારે હવે આ ચોરો રોડ રસ્તા પર ઉભા રહી ફેરી કરતાં ગરીબ લોકોને પણ શિકાર બનાવી રહ્યા છે. આવો જ એક કથિત વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ (Video Viral) થઈ રહ્યો છે. જેમાં અમદાવાદમાં એક વ્યક્તિ રોડ પર રહેલી ગેસના સિલિન્ડરની રીક્ષામાંથી સિલિન્ડરની ચોરી કરે છે. હાલ આ વિડીયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.
થોડા દિવસથી અમદાવાદના જુહાપુરામાં સોશિયલ મિડીયા પર એક ગેસના સિલિન્ડરની એક વ્યક્તિ ચોરી કરતો વિડીયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ કથિત વિડીયોમાં એક વ્યક્તિ જે પોતાની ઓળખ તોફિક ખાન પઠાણ ખિદમતે ખલ્ક જુહાપુરા તરીકે આપી બોલી રહ્યો છે કે, થોડા દિવસો પહેલા મેમણ હોલ પાસેથી કોઈ અજાણ્યો ચોર ખાલીદ શેખની લોડીંગ રીક્ષા જેનો નંબર GJ 01 DU 9953માં ગેસના સિલિન્ડર લોડ કર્યા હતા, તે રીક્ષામાંથી કોઈ વ્યક્તિ ગેસના સિલિન્ડર ચોરી જાય છે. તેને જો કોઈ ઓળખે છે તો તે પોલીસનો સપર્ક કરે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આવી રીતે સામાન્ય લોકો સાથે ચોરીની ઘટના બનતા તેમને ઘણી આર્થિક નુકસાની ભોગવવી પડે છે. ગેસ સિલિન્ડર ધોળા દિવસે ચોરી જવું એ પોલીસને ખુલ્લો પડકાર છે. આવી ઘટનામાં પોલીસે તાત્કાલિક તપાસ કારણે આવા આરોપીઓની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








