Monday, October 19, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદના બાપુનગરમાં ડ્રગ્સનો ધંધો કરતા ભાઈ-બહેન માટે ખેપ મારતા બે શખસો 24.82...

અમદાવાદના બાપુનગરમાં ડ્રગ્સનો ધંધો કરતા ભાઈ-બહેન માટે ખેપ મારતા બે શખસો 24.82 લાખના હેરોઈન સાથે ઝડપાયા

- Advertisement -

Heroin worth lakhs of rupees seized in Ahmedabad : ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. નવરાત્રિ દરમિયાન ડ્રગ્સની માગમાં ઉછાળો (Surge in demand for drugs during Navratri) આવે છે અને આ સમયે મોટી રકમ રળી લેવા માટે ડ્રગ્સ માફિયાઓ વધુ સક્રિય થાય છે. અમદાવાદ શહેરમાં ડ્રગ્સનો ધંધો કરતા ભાઈ-બહેન માટે રાજસ્થાનના સાંચોરથી હેરોઈનનો જથ્થો લઈને આવેલા બે ખેપીયાને બાપુનગર પોલીસે ઝડપી લીધા છે. બંને આરોપીઓ પાસેથી 124.11 ગ્રામ હેરોઈન, બે મોબાઈલ ફોન, ટુ વ્હીલર અને રોકડા રૂપિયા 5500 કબજે લઈને બાપુનગર પોલીસ સ્ટેશન (Bapunagar Police Station) ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ડ્રગ્સ મગાવનાર ભાઈ-બહેનની શોધખોળ આરંભી છે.

બાપુનગર પોલીસ સ્ટેશનના હે.કો. જયરાજસિંહ અને કોન્સ્ટેબલ જયદીપસિંહને ડ્રગ્સની ખેપ મારતા શખસોની બાતમી હતી હતી. જે બાતમીના આધારે બાપુનગર પીઆઈ વી.કે. ગઢવી (PI V K Gadhavi) એ હે.કો. જયરાજસિંહ તથા ટીમ સાથે સોનેરીયા બ્લોક પાસે લલ્લુ રત્નાના છાપરાની સામે ટુ વ્હીલર પર જતાં બે શખસોને અટકાવ્યા હતા. સોનેરીયા બ્લોકમાં જે-408માં રહેતા રોહિત ભેરોસિંગ રાજપૂત (મૂળ રહે. રાજસ્થાન) અને આનંદ સોમાભાઈ પ્રજાપતિ પાસેથી 124.11 ગ્રામ હેરોઈન (કિંમત 24.82 લાખ) નો જથ્થો મળી આવતા બંનેને પોલીસે અટકમાં લીધા હતા.

- Advertisement -

પોલીસ પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે, સોનેરીયા બ્લોક છાપરમાં રહેતો ભાવેશ પટણી ઉર્ફે નાનુ અને તેની બહેન ટીના પટણી માટે રાજસ્થાનથી ડ્રગ્સની ખેપ મારવાનું કામ કરે છે અને એક ખેપના બદલામાં ભાઈ-બહેન 10 હજાર રૂપિયા આપે છે. એકાદ દિવસ અગાઉ રોહિત અને આનંદ અમદાવાદથી ખાનગી બસમાં ડીસા ખાતે ગયા હતા અને ત્યાંથી ખાનગી શટલ વાહનમાં રાજસ્થાનના સાંચોર ખાતે જઈ હેરોઈનના જથ્થાની ડીલિવરી મેળવી ખાનગી બસમાં સાંચોરથી અમદાવાદ આવ્યા હતા.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular