નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News: અમદાવાદમાં સતત અકસ્માતની (Ahmedabad Accident) ધટના વધતાં પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ કરીને વાહનોને ચેક કરવામાં આવી રહ્યા છે. આ ડ્રાઈવમાં કોઈ નશો કરીને તો કોઈ ડ્રાઇવિંગ લાઇસન્સ વગર અથવા તો સગીર વયના બાળકો વાહન ચલાવતા ઝડપાય છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી પોલીસ કરે છે. તેવામાં ગઈ કાલે સિંધુ ભવન રોડ પર તાજ હોટલ સામે રાત્રે સરખેજ પોલીસે (Sarkhej Police) MLA ગુજરાત લખેલી એક કાર રોકી ચેકિંગ દરમિયાન આ કારની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી બે યુવકો નીચે ઉતરીને કહેવા લાગ્યા હતા કે, હું ધારાસભ્યનો છોકરો છું. જ્યારે પોલીસે વધુ તપાસ કરી ત્યારે આરોપીએ રોફ જમાવવા અને કોઈ કાર રોકે નહીં તે હેતુથી કારમાં MLA ગુજરાતનું બોર્ડ (MLA Gujarat Board) લગાવ્યું હતું તેવું સ્વીકાર્યું હતું.
અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારમાં મોડી રાત્રે પોલીસ દ્વારા ચેકિંગ ડ્રાઈવ ચાલી રહી છે. જેમાં ગઈ કાલે રાત્રે સિંધુ ભવન રોડ પર તાજ હોટલની સામે સરખેજ પોલીસે MLA લખેલી કાર કબજે કરી હતી. જેમાંથી વસ્ત્રાલના બે યુવકો ક્રિશ પટેલ અને વિશ્વ પટેલની ધરપકડ કરી હતી. તે બન્ને કાળા કલરની સેલટોસ કાર લઈને જઈ રહ્યા હતા. જેમાં MLA ગુજરાતનું બોર્ડ લગાવ્યું હતું. દરમિયાન સરખેજ પોલીસે વધુ તપાસ કરતાં આ બંને યુવકો MLAના પુત્ર છે કે પછી માત્ર એમ જ આ બોર્ડ લગાવ્યું છે. ત્યારે આરોપીએ રોફ જમાવવા અને કોઈ કાર રોકે નહીં તે હેતુથી કારમાં MLA ગુજરાતનું બોર્ડ લગાવ્યું હતું તેવું સ્વીકાર્યું હતું.
હાલ સરખેજ પોલીસે MLA ગુજરાતના હોદ્દાના બોર્ડનો દુરુપયોગ કરી કારમાં રાખવા બાબતે બંને યુવકોની ધરપકડ કરી છે. પોલીસે IPC કલમ 177 અને GP એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સેલટોસ ગાડી પણ જપ્ત કરવામાં આવી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








