Saturday, November 8, 2025
HomeGujaratAhmedabadઅહેમદ પટેલની દિકરી મુમતાઝે લોકસભાની ચુંટણી લડવાની કરી જાહેરાત

અહેમદ પટેલની દિકરી મુમતાઝે લોકસભાની ચુંટણી લડવાની કરી જાહેરાત

- Advertisement -

નવજીનવ ન્યૂઝ. અમદાવાદ: કોગ્રેસના દિગ્ગજ નેતા અને સોનિયા ગાંઘીના રાજકીય સલાહકાર અહેમદ પટેલની દિકરી મુમતાઝ પટેલે પિતાના ગઢ ભરૂચમાંથી લોકસભા 2024ની ચૂંટણી લડવાની ઈચ્છા હોવાની જાહેરાત કરી છે. અહેમદ પટેલ ક્યારે પણ તેમના સંતાનો રાજનીતિમાં આવે તેમ ઇચ્છતા ન હતા. તેમણે હયાતીમાં પોતના પરીવાર અને બાળકોને રાજકારણથી હમેંશા દુર રાખ્યા હતા. વર્ષ 2020માં અહેમદ પટેલનું કોરોના મહામારીના કારણે નિધન થયું હતું. જે બાદ તેમના પુત્ર ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલે પિતાના સેવાકીય કાર્યોને તેમના મત વિસ્તાર ભરૂચમાં આગળ ધપાવવાનું શરૂ કર્યું હતું. પરતું હવે તેમના બન્ને સંતાન રાજકારણમાં સક્રીય રીતે આવી સાંસદ બનવા ઇચ્છુક છે. ગઈકાલે મુમતાઝ પટેલે એક કાર્યકમમાં લોકસભા 2024માં ચુટણી લડવાની વાત કરી હતી.

અમદાવાદમાં એક મહિલાઓ માટે આયોજિત કાર્યક્રમમાં મુમતાઝ પટેલે મીડિયા સમક્ષ કહ્યું હતું કે, “હા હું 2024ની લોકસભાની ચૂંટણી લડીશ.” મુમતાઝ પટેલે ખુલાસો કર્યો છે કે, તેમને કોંગ્રેસ પાર્ટીએ વિધાનસભાની ચૂંટણી લડવા માટે કહ્યું હતું, પરંતુ તેઓ લોકસભામાં જવા માગતા હતા. વધુમાં તેમણઓ કહ્યું કે, “અમે તો રાજકારણથી ઘેરાયેલા હતા અને ખરેખર બાળકો તરીકે મોહિત થયા હતા. અમે વડાપ્રધાનોને રાતોરાત બદલાતા જોયા છે. રસ હંમેશા હતો પણ શરૂઆતમાં મારા પિતા અમને રાજકારણથી દૂર રાખતા હતા. અમને બહુ ઓછા રાજકીય પરિવારો સાથે વાતચીત કરવાની છૂટ હતી.”

- Advertisement -

પિતા અહેમદ પટેલનો ભરૂચ 45 વર્ષથી મતવિસ્તાર રહ્યો છે. તેઓ ત્રણ વખત લોકસભાના સાંસદ અને તેમણે છ કરતાં વધુ વખત રાજ્યસભામાંથી ગુજરાતનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. ભરૂચ તેઓ માટે હોમ ટાઉન છે. ત્યાં જ તેમનો જન્મ થયો હતો અને તેમની દીકરી ભરૂચથી જ ચૂંટણી લડવાની આશા રાખે છે. ભરૂચ લોકસભા બેઠક માટે મુમતાઝ પટેલની તૈયારીઓ પહેલેથી જ ચાલુ છે.

આ પહેલા પણ ફૈસલ પટેલે ટ્વિટ કરીને કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે ટોચની લીડરશિપ સામે નારાજગી દર્શાવીને એમ પણ લખ્યું હતું કે, જવાબદારી અંગે રાહ જોઇને હું થાક્યો છું. ઉપરી નેતાગીરી તરફથી કોઇ પ્રોત્સાહન પણ ન મળતું હોવાનો ટ્વિટમાં ઉલ્લેખ કર્યો હતો. તેમણે અન્ય વિકલ્પ પણ ખુલ્લા હોવાની વાત લખી હતી.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular