નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં એવી અનેક ઘટનાઓ ભૂતકાળમાં સામે આવી છે, જેમાં આરોપીઓ પોલીસ હોવાની ઓળખ આપીને લાખો રૂપિયાની ઠગાઇ (Fraud) કરતાં હોય અને તોડબાજી કરતાં હોય. આવી જ એક ઘટના અમદાવાદમા (Ahmedabad) ફરી સામે આવી છે. જેમાં આરોપીએ SOG પોલીસ હોવાની ખોટી (Fake SOG Police) ઓળખ આપીને પકડાયેલા ત્રણ ટેન્કર SOGમાંથી છોડાવી આપવા માટે અઢી લાખ રૂપિયાનો તોડ કર્યો હતો. બાદમાં ટેન્કર ન છૂટતા ટેન્કર માલિકે અવાર-નવાર આ તોડબાજનો સંપર્ક કરતાં તે ગોળ ગોળ જવાબ આપ્ત હતો, જેથી ટેન્કર માલિકે SOG ક્રાઇમ બ્રાંચમાં આરોપી સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી સૂર્યપ્રકાશ લક્ષ્મી નારાયણ મણીયારના જણાવ્યા મુજબ, SOGના સ્ટાફે એક મહિના અગાઉ કોસ્ટિક સોડાની ચોરી કરી લઈ જતા ત્રણ જેટલા ટેન્કરો પકડ્યા હતા. આ ઘટનાની જાણ ફરિયાદીને થતાં તેઓ SOG કચેરી પહોંચ્યા હતા. ત્યારે SOGના ગેટ પાસે રાજુ રબારી નામના આરોપીએ ફરિયાદીને તેના પાસે બોલાવી પોતે SOG સ્ટાફમાં હોવાની વાત કહી હતી. તેમજ ફરિયાદીના ત્રણ ટેન્કરો છોડાવી આપવાનો વિશ્વાસ આપાવી અઢી લાખ રૂપિયાની માગણી કરી હતી. તેમજ આ વાત કોઈને જણાવશે તો આ ટેન્કર કયારેક નહીં છૂટે તેવી પણ ધમકી આપી હતી. જે બાદ ફરિયાદી ગભરાઈ ગયા હતા. તેમણે પોતાના મેનેજર દ્વારા આરોપી રાજુ રબારીને અઢી લાખ રૂપિયા આપ્યા હતા. ત્યાર બાદ ફરિયાદીએ ટેન્કર છોડવા આરોપીનો સંપર્ક કરતા રાજુ રબારી આજકાલ અવનવા બહાના કાઢી ગોળ ગોળ વાત કરતો હતો.
જે અંગે સૂર્યપ્રકાશ લક્ષ્મી નારાયણને શંકા જતા તેમણે SOGમાં જઈ તપાસ કરતા રાજુ રબારી નામનો કોઈ વ્યક્તિ SOGમાં ફરજ બજાવતો ન હોવાનું સામે આવ્યું હતું. જે અંગે ફરિયાદીએ SOG કર્મચારી તરીકે ખોટી ઓળખ આપી અઢી લાખ રૂપિયા પડાવનાર તોડબાજ રાજુ રબારી સામે ફરિયાદ નોંધાવી છે. જ્યાં SOGએ ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ માટે તપાસ શરૂ કરી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








