નવજીવન ન્યૂઝ. સુરત: Surat News: ગુજરાતમાં ચોમાસાની સિઝનની શરૂઆત થતાં જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોનો (Water disease) રાફડો ફાટ્યો છે. સુરતમાં (Surat) રોગચાળાના ભરડાથી હવે લોકો મોતને ભેટી રહ્યા છે. બે દિવસ અગાઉ સુરતના એક મહિલાને મેલેરિયા થતાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થવાની ઘટના બની હતી. ત્યારે હવે રોગચાળાના કારણે વધુ બે લોકોના મૃત્યુ થયા છે. બંને બે દિવસથી સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં (Surat Civil Hospital) દાખલ હતા. આજે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. રોગચાળાના કારણે મૃત્યુ નિપજવાની ઘટના બનતા સુરતનું આરોગ્ય વિભાગ (Health Department) પણ દોડતું થયું છે.
સુરતના અલથાણામાં રહેતા આધેડને તાવ આવ્યો હતો. જેમાં તેમની તબિયત લથડતા તેમને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આજે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે. બીજી તરફ ગોપીપુરામાં 8 મહિનાની બાળકીને ઝાડા-ઉલટી થતાં તેને નવી સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસથી બાળકીને ઝાડા થઈ રહ્યા હતા. ત્યારે આજે વધુ તબિયત લથડતા બાળકીએ હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો.
સુરતમાં છેલ્લા 10 દિવસથી રોગચાળો વકર્યો છે. જેમાં કમળો, ટાઈફોડ, ઝાડા-ઉલટી, કોલેરા, તાવ સહિતના રોગોથી સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ છે. તેમજ લોકો પણ વકરી રહેલા રોગચાળાના કારણે જીવ ગુમાવી રહ્યા છે. ખાસ ઉધના, પાંડેસરા, ડિંડોલી અને ઉના સહિત વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. છેલ્લા 15 દિવસાં ઝાડા-ઊલટીના કારણે 8થી વધુ બાળકોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે. જેના પગલે સુરત આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યો છે. તેમજ ખાણીપીણાના એકમો સામે પણ દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી શહેરમાં છેલ્લા 15 દિવસમાં બાળકો મળીને અત્યાર સુધી 12થી વધુ લોકોના મૃત્યુ થઈ ચુક્યા છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796