જયંત દાફડા (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): અમદાવાદની શાન ગણાતા સાબરમતી રિવફ્રન્ટ (Sabarmati Riverfront)માં મોટી સંખ્યામાં લોકો ફરવા માટે આવતા હોય છે. હાલમાં શાળાઓમાં વેકેશન ચાલતું હોવાના કારણે મોટી સંખ્યામાં માતા-પિતા બાળકો સાથે આવતા હોય છે. ત્યારે બાળકોને લઈને રિવરફ્રન્ટ પર જતાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના જુહાપુરા વિસ્તારના અંબર ટાવાર પાસે રહેતું દંપતિ આજે તેમના બાળકને લઈને ટાગોર હોલ પાસે આવેલા રિવફ્રન્ટ પર ફરવા માટે ગયા હતા. આ દરમિયાન દંપતીનું બાળક ત્રણ વર્ષીય યુહાન રિવફ્રન્ટની પાળી પાસે રમતા-રમતા અચાનક નદીમાં પડી ગયું હતું.

બાળક નદીમાં પડી જતાં માતા ફરહિન બાનુને પાણીમાં તરતા ન આવડતું હોવા છતાં ક્ષણ ભરનો પણ વિચાર કર્યા વિના પોતાના ત્રણ વર્ષના યુહાનને બચાવા માટે નદીમાં કૂદી પડ્યા હતા. પત્ની અને બાળકને નદીના પાણીમાં તરફડીયા મારતા જોઈને પિતા ઝુબેરભાઈએ પણ પત્ની અને બાળકને બાચાવા માટે નદીમાં છલાંગ લગાવી દીધી હતી.
બાળક અને તેના માતા-પિતા નદીમાં પડ્યા હોવાની જાણકારી પોલીસને મળતાં નજીકમાં જ પોલીસ સ્ટેશન હોવાના કારણે ગણતરીની મીનિટમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સ્થળ પર પહોંચી સાબરમતી વેસ્ટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરીને દોરડાના સહારે નદીમાં ઉતર્યા હતા. પોલીસે બાળક અને માતા-પિતાનું રેસ્ક્યું કરીને નદીની બહાર લાવીને 108 મારફતે SVP હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તમામને ઘરે મોકલી આપવામાં આવ્યા હતા. સાબરમતી રિવફ્રન્ટ પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીને લઈને આજે ત્રણ લોકોને નવજીવન મળ્યું હતું.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








