Thursday, April 16, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદની 146મી રથયાત્રામાં મુસ્લિમ આગેવાનો આપશે શાંતિનો સંદેશ, રંગીલા ચોકી ખાતે કર્યું...

અમદાવાદની 146મી રથયાત્રામાં મુસ્લિમ આગેવાનો આપશે શાંતિનો સંદેશ, રંગીલા ચોકી ખાતે કર્યું આવું આયોજન

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: દેશમાં છેલ્લા ઘણા વર્ષોથી ધર્મના નામે રાજકારણ ખેલી નાગરિકોને એકબીજા સાથે લડાવવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદના (Ahmedabad) બે મુસ્લિમ આગેવાનો (Muslim Leader) દ્વારા જગન્નાથની 146મી રથયાત્રા (Rath Yatra) પૂર્વે મંદિરની મુલાકાત કરી કોમી એખલાસનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. અમદાવાદની જમાલપુર-ખાડિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે આજરોજ રથયાત્રા પૂર્વે જગન્નાથ મંદિરના મહંત સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ સમયે કોંગ્રસના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Muslim leaders Rath Yatra 2023

મહત્વની વાત છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે જોયું છે કે રાજકારણ ધર્મની આસપાસ જ ચાલી રહ્યું છે. જેના પરિણામે દેશમાં ધર્મના નામે કેટલાય સ્થળો પર કોમીવૈમનસ્ય ફેલાયું અને હિંસાની ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે. ત્યારે આવતીકાલે અમદાવાદ શહેરમાં અષાઢી બીજના પર્વ પર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત મુકી દેવામાં આવ્યો છે. આ તમામ બાબતોને ધ્યાને રાખી રથયાત્રા સમયે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટનાઓ સામે ન આવે માટે ધાર્મિક આગેવાનો દ્વારા પણ પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. જેમાં આજરોજ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે આજરોજ ભગવાન જગન્નાથ મંદિરના મહંતની શુભેચ્છા મુલાકાત કરી કૌમી એખલાસ માટે સંદેશ આપ્યો છે.

- Advertisement -
Muslim leaders Ahmedabad Rath Yatra 2023
Muslim leaders Ahmedabad Rath Yatra 2023

અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ છેલ્લા 35ની પરંપરા મુજબ જ્યારે રથયાત્રા શાહપુર વિસ્તારમાં આવેલી રંગીલા પોલીસ ચોકી નજીક પહોંચે ત્યારે મંદિરના મહંત દિલીપદાસ અને તમામ રથયાત્રિકોને મોમેન્ટો તરીકે શાલ ઓઢાડીને ફૂલહાર કરશે અને કબૂતર ઉડાવી રથયાત્રાનું સ્વાગત કરશે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular