નવજીવન ન્યૂઝ. તમિલનાડુ: તમિલનાડુના (Tamil Nadu) કડલૂર (Cuddalore) જિલ્લામાં બે બસ વચ્ચે ગમખ્વાર અકસ્માતની (Accident) ઘટના સામે આવી છે. જેમાં બે લોકોના મૃત્યુ થયા છે અને 30 લોકોને ઈજા પહોંચવાના અહેવાલો મળી રહ્યા છે. અકસ્માતમાં મુસાફરોની ચિચયારીથી રસ્તો ગૂંજી ઉઠ્યો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, બસના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પોલીસની તરફથી મળતી માહિતી મુજબ, સવારે 10 વાગ્યાના અરસામાં તમિલનાડુના કડલૂર જિલ્લાના પનરુટ્ટીના મેલપટ્ટમ્બક્કમમાં મુસાફરોથી ભરેલી બે બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 2 લોકોના ઘટનાસ્થળે કરૂણ મૃત્યુ થયું છે, જ્યારે 30થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માત એટલો ભીષણ હતો કે, બસના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયુ હતું. ઘટનાને પગલે રસ્તા પર લોકોના ટોળેટાળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા.
પોલીસે જણાવ્યું છે કે, અકસ્માત પાછળનું કોઈ યોગ્ય કારણ જાણી શકયું નથી, પરંતુ પ્રાથમિક માહિતી મુજબ બસનું ટાયર ફાટી જવાના કારણે બસચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ મામલે પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








