Tuesday, March 17, 2026
HomeGujaratદાયકાઓથી કોંગ્રેસના વફાદાર રહેલા ગોવા રબારી પુત્ર સાથે ભાજપમાં જોડાયા

દાયકાઓથી કોંગ્રેસના વફાદાર રહેલા ગોવા રબારી પુત્ર સાથે ભાજપમાં જોડાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. બનાસકાંઠાઃ ગુજરાત કોંગ્રેસને (Gujarat Congress) આજે વધુ એક ઝાટકો લાગ્યો છે. ત્રણ દાયકાથી વધુ સમય સુધી કોંગ્રેસના વફાદાર રહીને કામ કરનારા નેતા ગોવા રબારી (Gova rabari) તેમના પુત્ર સંજય સાથે ભાજપમાં (BJP Gujarat) જોડાયા છે. ગોવા રબારીએ બે દિવસ અગાઉ ટ્વીટર પર પોસ્ટ મુકીને કોંગ્રેસમાંથી રાજીનામું આપતો પત્ર જાહેર કર્યો હતો. જોકે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ તેમણે ભાજપમાં જોડાશે તેવી અટકળો તેજ થઈ હતી. ત્યારે આજે ગોવા રબારી તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાતા અટકળોનો અંત આવ્યો છે.

ડીસા માર્કેટયાર્ડમાં આયોજિત કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ગોવા રબારી, પુત્ર સંજય દેસાઈ અને તેમના સમર્થકો ભાજપમાં જોડાયા છે. નવસારી વિજલપોર કોંગ્રેસના પ્રમુખ જગમલ દેસાઇ, થરાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દિપક ઓઝા, લાખણી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ પણ આજે તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે ગોવા રબારી સહિતના સમર્થકોને ભાજપનો ખેસ અને ટોપી પહેરાવીને પાર્ટીમાં સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, આજે ગોવાભાઇ રબારી અને તેમના સમર્થકોને વિધિવત રીતે પ્રવેશ આપ્યો છે, સૌનું ભાજપમાં સ્વાગત છે.

- Advertisement -

સી. આર. પાટીલે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, વિઘાનસભા ચૂંટણીમાં રૂપિયા લઇ ઉમેદવારોને ટીકિટ આપી તેવો કોંગ્રેસના જ કાર્યકરો આક્ષેપએ કર્યો જેના કારણે કોંગ્રેસે ગુજરાતના પ્રમુખને બદલવા પડ્યા છે. કોંગ્રેસે ગુજરાતની કમાન એવા નેતાને આપી છે જે ચૂંટણીમા માંડ માંડ જીતે છે. જે પાર્ટીમાં ભ્રષ્ટાચાર થતો હોય તે પાર્ટીમા સાંસદ બે ટર્મથી ચૂંટાતા નથી અને આવનાર ચૂંટણીમાં પણ કોઇ ઉમેદવાર નહીં ચૂંટાય તેવો વિશ્વાસ છે. કોંગ્રેસની સરકારમાં દેશ આર્થિક સ્થિતિમાં 10માં ક્રમે હતો અને આજે આપણો દેશ પાંચમાં નંબરે આવે છે. નવ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસનો મજબૂત પાયો બાંધ્યો છે.

આ કાર્યક્રમમાં ગોવા રબારીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા 35 વર્ષથી રાજનીતીક કાર્યકાળમાં સમાજની તાકાતથી મોટો થયો છું, આજે ગુજરાત સહિત દેશભરમાં વિકાસની રાજનીતી ચાલી રહી છે. તેમાં સૌ સાથે મળી ભાજપની વિચારધારા સાથે જોડાય રાજ્યમાં વિકાસના કાર્યોમાં સાથ આપીશું.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular