Wednesday, April 22, 2026
HomeGujaratAhmedabadAhmedabad ના નવા નરોડામાં આવેલા સીસીટીવી કેમેરા વિનાના ગોડાઉનમાંથી 31 ટુ વ્હીલર...

Ahmedabad ના નવા નરોડામાં આવેલા સીસીટીવી કેમેરા વિનાના ગોડાઉનમાંથી 31 ટુ વ્હીલર થયા ચોરી

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ : અમદાવાદ શહેરના નિકોલ પોલીસ સ્ટેશનમાં 31 વાહન ચોરીની એક વિચિત્ર ફરિયાદ (vehicle theft in Ahmedabad) નોંધાઈ છે. સિંગલ ઓટો મેટીર પ્રાઈવેટ લિમિટેડ હોન્ડા કંપના ટુ વ્હીલરની ડિલરશીપ ધરાવે છે. આ કંપનીનું નવા નરોડા વિસ્તારમાં ગોડાઉન આવેલું છે. જ્યાંથી છેલ્લાં 4 મહિનામાં 30 એક્ટિવા અને 1 બાઈકની ચોરી થઈ ગઈ છે. અત્રે નોંધનીય છે કે, જે ગોડાઉનમાંથી ચોરી થઈ છે તેમાં સીસીટીવી કેમરા (CCTV Camera) લાગેલા નથી.

1 જાન્યુઆરી 2026ના રોજ નવા નરોડા ખાતે આવેલા શેલ્બી હોસ્પિટલની પાછળ આવેલા ગોડાઉનમાં થયેલી સ્ટૉક ગણતરીમાં અંદાજિત 1200 વાહનો હતા ત્યારબાદ ફરીથી ગત 1 એપ્રિલના રોજ સ્ટૉક ગણવામાં આવ્યો હતો. જેમાં કેટલાંક ટુ વ્હીલર ઓછા હોવાનું સામે આવતા ચાર મહિનાના સમયગાળાની આવક-જાવકનો હિસાબ તપાસતા કુલ 31 ટુ વ્હીલર ગાયબ હોવાનું સામે આવ્યું હતું. આ મામલે કંપની માલિક ધર્મપાલ ચૌહાણે નિકોલ પોલીસ સ્ટેશન (Nikol Police Station) ખાતે ફરિયાદ નોંધાવી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular