નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: દિલ્હીમાં (Delhi) અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગના અધિકારને લઈને કેજરીવાલ સરકાર (AAP Government) સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) પહોંચી છે. દિલ્હી સરકારે અધિકારીઓના ટ્રાન્સફર પોસ્ટિંગ પર કેન્દ્ર સરકારના વટહુકમને (Delhi Ordinance) પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટે અગાઉ એક ચુકાદો આપીને અધિકારીઓનાં ટ્રાન્સફર અને પોસ્ટિંગનો અધિકાર દિલ્હી સરકારને આપ્યો હતો, પરંતુ કેન્દ્ર સરકારે એક વટહુકમ દ્વારા આ નિર્ણયને ફેરવી દીધો હતો અને સત્તા ફરીથી LGને આપી દીધી હતી. તે સમયે દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારે કેન્દ્ર સરકારના વટહુકમને બંધારણીય ગણાવ્યો હતો અને હવે આ વટહુકમને દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.
દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કહ્યું છે કે, કેન્દ્ર સરકારના વટહુકમ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવો જોઈએ. આ વટહુકમ ગેરબંધારણીય છે. અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી (AAP) સરકારે દિલ્હીમાં અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ કરવાના કેન્દ્રના વટહુકમને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. કેન્દ્રએ 19 મેના રોજ વટહુકમ રજૂ કર્યો હતો. આ અંતર્ગત દિલ્હીમાં ગ્રુપ-એ અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ માટે એક ઓથોરિટી બનાવવામાં આવી છે.
જે તે સમયે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હતું કે, અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ એ સરકારનો અધિકાર છે અને ચુકાદો આપતા આ અધિકાર દિલ્હી સરકારને આપ્યો હતો, પરંતુ બાદમાં કેન્દ્ર સરકારે વટહુકમ લાવીને આ નિર્ણયને ફેરવી દીધો હતો.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








