Friday, September 4, 2026
HomeGujaratAhmedabadModiએ ચૂંટણી પહેલા જેમની ચિંતા કરી, તે પથારણાવાળા 'ભાઈઓ-બહેનો'ની હાલત Ahmedabadમાં આવી,...

Modiએ ચૂંટણી પહેલા જેમની ચિંતા કરી, તે પથારણાવાળા ‘ભાઈઓ-બહેનો’ની હાલત Ahmedabadમાં આવી, વાંચો શું થયું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકાની કચેરી ખાતે આજરોજ પાથરણાવાળાઓએ વિરોધ નોંધાવ્યો હતો. જમાલપુર વિસ્તારના પાથરણાવાળા વેન્ડર્સે વિરોધ નોંધવી આક્ષેપ કર્યો હતો કે, પાથરણાવાળઆને હાલાકી થાય છે અને કોન્ટ્રાક્ટર કમાણી કરે છે. પાથરણાવાળાઓએ મહાનગરપાલિકા તંત્રની હેરાતગતીનો આક્ષેપ કરી ભાજપ વિરૂધ્ધમાં સુત્રોચ્ચાર પણ કર્યા હતા. આ સાથે જ પાથરણાવાળાને તંત્ર દ્વારા સ્થાયી જગ્યા ફાળવવાની માગણી પણ કરવામાં આવી હતી.

અમદાવાદ મહાનગરપાલિકા કચેરી ખાતે મોટી સંખ્યામાં પહોંચેલા પાથરણાવાળાઓએ હાય રે કમિશનર હાય… હાય…ના નારા સાતે જ ગરીબોનું શોષણ બંધ કરોના પણ નાણા પોકાર્યા હતા. તેમનો આક્ષેપ છે કે દબાણ વિભાગ દ્વારા તેમને પરેશાન કરવામાં આવે છે જેથી રોજ હાલાકી ભોગવવી પડે છે. દબાણવાળાઓ ગરીબોની રોજીરોટી સમાન ત્રાજવા જેવી વસ્તુઓ પણ લઈ જાય અને પાથરણાવાળાને ધંધો ન થાય તેવી સ્થીતી પેદા કરે છે. પાથરણાવાળાઓનો રોજગાર ચાલુ રહે માટે તંત્ર સ્થાઈ જગ્યાની ફાળવણી કરે તેવી માગણી કરતા પાથરણાવાળાઓએ રજૂઆત કરી હતી.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિધાનસભા ચૂંટણી પહેલા જાહેર સભાઓ સંબોધી હતી. જેમાં તેમણે પથારણાવાળા ભાઈઓ માટે પોતાની ચિંતા વ્યક્ત કરતી હતી અને સાથે જ તેમની સુવિધાઓ અંગે સરકારે કરેલા કામની પણ વાત કરી હતી. પરંતુ હાલ રાજ્યના પાથરણાવાળાની સ્થીતી તેઓ પોતે જ જાહેર કરી રહ્યા હોય તેમ જણાય છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular