નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટ શહેર ખાતે માધાપર ઓવરબ્રીજનું નિર્માણ થઇ રહેલ છે ત્યારે, માધાપર ચોકડી ઓવરબ્રીજ વચ્ચેના સ્લેબની કામગીરી ચાલુ કરવાની હોય, જેથી આ સ્લેબના સેન્ટ્રીંગ માટે સમગ્ર ચોકમાં ટ્રાફિક મુવમેન્ટ બંધ કરવામાં આવી છે. આ બ્રીજની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ થાય તે હેતુથી માધાપર ચોકડી ૧૫૦-ફૂટ રિંગ રોડથી બેડી ચોકડી તરફ બન્ને બાજુના તમામ વાહનો માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પ્રતિબંધ અંગે જાહેરનામું બહાર પાડી નીચે જણાવ્યા મુજબ ડાયવર્ઝન કરવામાં આવ્યા છે.
અયોધ્યા ચોક ૧૫૦ ફુટ રિંગ રોડથી બેડી ચોકડી જવા માંગતા તમામ વાહનો માધાપર ચોકડીથી ડાબી બાજુ થઇ જામનગર રોડ દ્વારીકાધીશ પેટ્રોલ પંપથી યુ-ટર્ન લઇ બેડી ચોકડી તરફ જઈ શકશે. બેડી ચોકડીથી અયોધ્યા ચોક ૧૫૦-ફૂટ રિંગ રોડ (ફકત શહેર) તરફ જવા માંગતા તમામ વાહનો માધાપર ચોકડીથી ડાબી બાજુ થઇ જામનગર રોડ બજરંગવાડી પોલીસ ચોકી સામેના ડિવાઈડર થી યુ-ટર્ન લઇ અયોધ્યા ચોક ૧૫૦ ફુટ રીંગરોડ તરફ જઈ શકશે.
બેડી ચોકડી તરફથી જામનગર પડધરી ધ્રોલ તરફ જવા માંગતા તમામ હેવી વાહનો બેડી ચોકડી મોરબી રોડ મીતાણા ટંકારા થઇ જામનગર, ધ્રોલ તરફ જઇ શકશે અને મોરબી રોડ બેડી ચોકડીથી માધાપર ચોકડી તરફ હેવી વાહનો આવી શકશે નહીં. બેડી ચોકડી તરફથી જામનગર/પડધરી/ધ્રોલ તરફ જવા માંગતા તમામ ટૂ-ફોર વ્હિકલ નાના વાહનો મૌસુર ભગત ચોકથી ઇશ્વરીયા રોડ માધાપર ગામથી જામનગર રોડ તરફ જઇ શકશે તેમજ રાજકોટ શહેર તરફ જવા માંગતા તમામ ટૂ -ફોર વ્હિકલ નાના વાહનો મૌસુર ભગત ચોકથી સંતોષીનગર, રેલનગર અંડરબ્રીજથી શહેર તરફ જઈ શકશે.
આ જાહેરનામું પોલીસ વાહનો, એમ્બ્યુલન્સ તથા ફાયર બ્રિગેડના વાહનો તથા અન્ય સરકારી વાહનોને આકસ્મીક સંજોગોમાં લાગુ પડશે નહીં. ઉપરોક્ત જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વાહન ચાલક શિક્ષાને પાત્ર ઠરશે. આ જાહેરનામાની અમલવારી આજરોજ તા.૧૯ ડિસેમ્બરથી માધાપર ચોકડી ઓવરબ્રીજના કંસ્ટ્રક્શનનું કામકાજ ચાલુ રહે ત્યાં સુધી અમલી રહેશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








