Friday, April 17, 2026
HomeGujaratદેવાયત ખવડ જેલ હવાલે ! રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટ સમક્ષ રજૂ કરાયો...

દેવાયત ખવડ જેલ હવાલે ! રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટમાં ડાયરા કલાકાર દેવાયત ખવડે કથિત રીતે મયુરસિંહ રાણા પર હુમલા કર્યાની વિવાદીત ધટનામાં મહત્વના સમાચાર આવ્યા છે. આ મામલે ડાયરા કલાકાર દેવાયત ખવડે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું, બાદમાં કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે આજે સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યાર બાદ ફરી આજે કોર્ટમાં રજૂ કરવામાં આવતા દેવાયત ખવડ(Devayat Khavad) સહિતના ત્રણેય આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યા છે.

રાજકોટમાં યાજ્ઞિક રોડ નજીક આવેલા સર્વેશ્વર ચોક નજીક કથિત રીતે દેવાયત ખવડે મયુરસિંહ રાણા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા મયુરસિંહ રાણાના પરિવારના લોકો અને ક્ષત્રિય સમાજે દેવાયત ખવડ વિરૂધ્ધ તાત્કાલીક કાર્યવાહીની માગણી કરી હતી. સાથે જ આ મારામારીની ઘટનાનો કથિત વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાના 10 દિવસ બાદ અચાનક જ દેવાય ખવડે પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારી લીધી હતી. બાદમાં તેના સાગ્રીતોએ પણ પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી. પોલીસે દેવાયત ખવડને કોર્ટમાં રજૂ કરી દેવાયતને આશરો કોણે આપ્યો હતો અને ક્યાં ફરાર થયો હતો તેવા મુદ્દા રજૂ કરી રિમાન્ડ મંજૂર કર્યા હતા. કોર્ટે દેવાયત ખવડના રિમાન્ડ મંજૂર કરતા આજરોજ રિમાન્ડ પુર્ણ થયા હતા. અને હવે આરોપીઓેને રાજકોટ જેલ હવાલે કરવામાં આવ્યા છે.

- Advertisement -

રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે દેવાયત ખવડ સહિતના ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે વધુ રિમાન્ડની માગણી નહીં કરતા કોર્ટે આરોપીઓને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. દેવાયત ખવડના વકીલ ઉત્કર્ષ દવેએ તેના બચાવમાં જણાવ્યું હતું કે, પોલીસે આઈપીસીની કલમ 307 હેઠળ ગુનો નોંધ્યો છે પણ આ ફરિયાદ ખોટી છે, જો કેસને પ્રોસિક્યુશનનો કેસ માનવા જઈએ અને સીસીટીવી ફૂટેજના આધારે ફરિયાદ કરવામાં આવી તે ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છ કે તેમાં કોઈનો ચહેરો દેખાતો નથી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular