નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં અમરાઈવાડી વિસ્તારમાં દારૂડિયા પતિ-પત્ની સાથે મારઝૂડ કરતા પત્નીએ ગળું દબાવી દેતા દારૂડિયા પતિનું મોત નીપજ્યું છે. ઉત્તરાયણના દિવસે પતિ દારૂ પીને આવ્યા બાદ પત્ની સાથે મારઝૂડ કરતો હતો. પરંતુ મૃતકની માતાએ પુત્રવધુને બચાવવા માટે પોલીસ સામે ખોટું નિવેદન આપ્યું હતું. જોકે પોસ્ટમોર્ટમમાં સામે આવેલી હકીકત નિવેદનથી તદ્દન વિપરીત જણાતા અમરાઈવાડી પોલીસે (Amraiwadi Police) તપાસ હાથ ધરતા મામલાનો ખુલાસો થયો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર, અમરાઈવાડીમાં રહેતાં મૂળ ભાવનગરનાં વતની કમળાબેન ચારણ પરિવાર સાથે રહે છે અને તેમના પતિ નિવૃત્ત જીવન ગુજારે છે. કમળાબહેનને સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે; જે તમામ પરિણીત છે. ઉત્તરાયણના દિવસે કમળાબહેનના બંને દિકરાઓ દીપક અને ચિંતન પતંગ ચગાવવા માટે ધાબે ગયા હતા અને દીપકની પત્ની નોકરી પર ગઈ હતી. દીપક કોઈ કામ ધંધો કરતો ન હતો અને દારૂ પીવાની ટેવ હતી. બપોરના સમયે દીપક ઘરે જમ્યા વગર બહાર જતો રહ્યો હતો. આ દરમિયાન દીપકની પત્ની હેતલ પણ ઘરે વહેલી આવી ગઈ હતી.
આ પણ વાંચો: મોનિટરિંગ સેલના PI દહીયાને આ કારણે સસ્પેન્ડ કરવાના સરકારે કર્યો છે આદેશ
બપોરે 3 વાગ્યાની આસપાસ કમળાબેન અને દીપકની પત્ની હેતલ ઘરે હાજર હતા તે દરમિયાન દીપક ઘરે દારૂ પીને આવતા પત્ની હેતલ સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. જેથી કમળાબહેનને દિકરાને ઝઘડા નહીં કરવા સમજાવીને મકાનની આગળની બાજુએ ગયા હતા. થોડા સમયબાદ કમળાબહેન ઘરે આવતા અંદરના રૂમમાં દીપક બેભાન હાલતમાં નીચે પડ્યો હતો. દીપકની પત્નીને પુછતા તેણીએ કહ્યું હતું કે, દીપક મારી સાથે મારઝૂડ કરતો હતો તે સમયે મે દીપકને ગળું દબાવતા મરી ગયો છે, મારાથી ભૂલ થઈ ગઈ છે, ગમે તેમ કરીને મને બચાવી લો.
સમગ્ર બનાવની જાણ કમળાબહેને દિકરા ચિંતન અને પતિને કરતા તેઓ તાત્કાલીક ઘરે આવી ગયા હતા. ત્યારબાદ 108માં ફોન કરીને દીપકને સારવાર માટે એલ.જી.હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબએ દીપકને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર બનાવ અંગે દીપકની માતા કમળાબહેનની અમરાઈવાડી પોલીસ દ્વારા પુછપરછ કરતા દિકરો તો મરણ પામ્યો છે, જો સાચી હકીકત જણાવીશ તો પુત્રવધુ સામે ફરિયાદ થશે અને પરિવારનો માળો વિખેરાઈ જશે, જેથી પોલીસ સામે ખોટું રટણ કર્યું કે, દીપક દારૂ પીને આવ્યો હતો, બાદમાં ગભરામણ થતા હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જ્યાં તબીબે દીપકને મૃત જાહેર કર્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ મોકલી આપતા ભાંડો ફૂટ્યો હતો. પોલીસે કમળાબહેનની ફરીથી પુછપરછ કરતાં પત્ની હેતલના હાથે દિકરાનું મોત થયું હોવાની હકીકત જણાવી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796