Thursday, November 12, 2026
HomeGujaratAhmedabadમોનિટરિંગ સેલના PI દહીયાને આ કારણે સસ્પેન્ડ કરવાના સરકારે કર્યો છે આદેશ

મોનિટરિંગ સેલના PI દહીયાને આ કારણે સસ્પેન્ડ કરવાના સરકારે કર્યો છે આદેશ

- Advertisement -

પ્રશાંત દયાળ ( નવજીવન ન્યૂઝ. અમદાવાદ): સરકારના આદેશ બાદ પણ કાર્યવાહી ન થાય તેવા કિસ્સાઓ અનેક વખત સામે આવતા રહ્યા છે. ત્યારે ગુજરાત પોલીસ (Gujarat Police) માં પણ એક પોલીસ અધિકારી વિરૂધ્ધ કાર્યવાહીનો સરકારે આદેશ કર્યો છે જેની અમલવારીની રાહ જોવાઈ રહી છે. જો આદેશ પર અમલ થાય તો SMC (State Monitoring Cell) ના પીઆઈ દહીયાને સસ્પેન્ડ કરવામાં આવે તેમ છે.

ઘટનાની મળતી વિગતો મુજબ, તાજેતરમાં જ ભારતમાંથી અમેરીકામાં ગેરકાયેદસર રીતે ઘુસણખોરી કરાવતા એજન્ટ ભરત પટેલ ઉર્ફે બોબીની SMC (સ્ટેટ મોનિટરિંગ સેલ) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં આ તપાસ ડીજીપીના આદેશ બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch) પાસેથી લઈ SMCને સોંપવામાં આવતા તપાસ SMCના પીઆઈ જવાહર દહીયા (PI Jawahar Dahiya of SMC) ને સોંપવામાં આવી હતી. SMC એ આ મામલાની ઉંડી તપાસ કરવા આરોપી બોબી પટેલને કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડની માગણી કરતા કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. SMC દ્વારા આરોપી બોબી પટેલની તપાસ પૂર્ણ થતા જ બીજો ગુનો અમદાવાદ સોલા પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.

- Advertisement -
આ પણ વાંચો: ગુજરાતમાં 73 દારૂની દુકાનો: નિયમ કહે છે નશાબંધી અધિકારીની હાજરી વગર દારૂનું વેચાણ કરી શકાય નહીં

બોબી વિરૂધ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની તપાસ માટે પીએસઆઈ સોલંકીને સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપી બોબી પટેલના કામના સ્થળ અને ઘરની તપાસ કરતા 28 જેટલા પાસપોર્ટ અને કેટલાક બનાવટ દસ્તાવેજો પોલીસને મળી આવ્યા હતા. આ હાઈપ્રોફાઈલ કેસમાં SMC તોડ કરી રહી છે અને વહીવટ કરી રહી છે તેવી પણ લોકમુખે ચર્ચાઓ શરૂ થઈ હતી. જેથી ખાનગી રાહે આરોપોની તપાસ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન કથિત રીતે પી.આઈ. જવાહર દહીયાએ પોતે તે કેસના તપાસ અધિકારી નહીં હોવા છતાં આરોપી બોબી પટેલની પુછપરછ કરી હોવાની માહિતી SMCના ઉચ્છ અધિકારીઓને મળી હતી.

SMC SP Nirlipt Rai

જ્યારે તપાસ અધિકારી પી.આઈ. દહીયા હતા જ નહીં તો જવાહર દહીયાનું બોબીને મળવું અને પુછપરછ કરવાની વાત SMCના અધિકારીઓને શંકાસ્પદ લાગી હતી. સુત્રો જણાવે છે કે, શંકાસ્પદ બાબતની SMCના અધિકારીઓએ ખાનગી રાહે તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે, તેમણે બોબી પટેલની કેટલી મિલ્કત છે અને ક્યાં તેનું રોકાણ છે તેવી આર્થિક બાબતોની તલસ્પર્શી માહિતી મેળવી હતી. જેના કારણે SMCના અધિકારીઓની દાળમાં કંઈક કાળુ હોવાની શંકા દ્રઢ બની હતી અને તેમણે આ મામલે જવાહર દહીયા વિરૂધ્ધના પુરાવા એકત્રિત કરવાની શરૂઆત કરી હતી. આ મામલે SMCના આઈજીપી નીરજા ગોટરુ, SP નિર્લિપ્ત રાય (SP Nirlipt Rai) તેમજ Dysp કે.ટી. કામરીયા (DySp K.T. Kamariya) એ તપાસ કરી એક વિસ્તૃત અહેવાલ તૈયાર કરી સરકારને મોકલી આપ્યો હતો.

આ પણ વાંચો: DCP સુશીલ અગ્રવાલ મોન્ટુનો વરઘોડો કાઢવાના હતા અને તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ ગઈ

- Advertisement -

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર SMCમાં ફરજ બજાવતા અધિકારી ડેપ્યુટેશન પર હોય તેઓ આ મામલે કાર્યવાહી કરી શકે નહીં. માટે તેમણે આ મામલાનો અહેવાલ સરકારને મોકલી આપ્યો હતો. તેમજ સરકાર પણ અહેવાલને ગંભીરતાથી લઈ રાજ્યના પોલીસ વડાને SMCના પીઆઈ જવાહર દહીયાને તાત્કાલીક પણ કાર્યવાહી કરી સસ્પેન્ડ અને ટ્રાન્સફર કરવાનો હુકમ કર્યો હતો. પરંતુ શંકાસ્પદ ઘટના મામલે સરકારે કરેલો આદેશ હજુ પણ ડીજીપીની કચેરીમાં કાર્યવાહીની રાહ જોઈ રહ્યો છે. ત્યારે હવે જોવું રહ્યું કે જવાહર દહીયા વિરૂધ્ધ કાર્યવાહી કરવાના સરકારના હુકમની અમલવારી થાય છે કે કેમ ?

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular