Thursday, June 4, 2026
HomeGujaratAhmedabadAMC લાવ્યું ‘મેજિક બોક્સ’, હવે ફૂડ ટેસ્ટિંગ સ્થળ પર જ થઈ શકશે;...

AMC લાવ્યું ‘મેજિક બોક્સ’, હવે ફૂડ ટેસ્ટિંગ સ્થળ પર જ થઈ શકશે; જુઓ આ અંગે અધિકારી શું કહે છે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમા અમદાવાદીઓના ખાવાના શોખના કારણે ઠેર-ઠેર સ્ટ્રીટ ફૂડના સ્ટોલ શરૂ થયા છે અને ઘણી બધી જગ્યાએ એવું પણ જોવા મળ્યું છે કે રેસ્ટોરન્ટ અને ફૂડ સ્ટોલના માલિકો ગ્રાહકોના સ્વાસ્થ્ય(Health)સાથે ચેડા કરતાં હોય છે. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)આવા લોકોને પકડવા માટે 8 પ્રકારના ટેસ્ટ સ્થળ પર જ કરી શકાય તેવી કિટથી સજ્જ થઈ રહ્યું છે. આ ટેસ્ટિંગ કિટને ‘મેજિક બોક્સ’ નામ આપવામાં આવ્યું છે.

એક અખબારમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુજબ સરકાર દ્વારા AMCના ફૂડ વિભાગને જે કીટ આપવામાં આવી છે તેમાં 8 પ્રકારના ટેસ્ટ સ્થળ પર જ કરી શકાશે, જેમાં દૂધ અને દૂધની બનાવટમાંથી બનતી ખાદ્યસામગ્રી ઉપરાંત તળીને બનાવવામાં આવતી ખાદ્યસામગ્રીનું પણ ટેસ્ટિંગ કરી શકાશે. ફૂડ વિભાગ દ્વારા સતત ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતાં લોકો ઉપર ધ્યાન રાખવામા આવી રહ્યું છે અને જો કોઈ ગેરરીતિ કરતું જણાશે તો તાત્કાલિક તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

- Advertisement -

એક જાણીતી વેબસાઇટના અહેવાલ મુજબ એડિશનલ હેલ્થ ઓફિસર ભાવિન જોશીએ જણાવ્યું હતું કે, “રાજ્ય સરકાર તરફથી AMCને 4 જેટલી ટેસ્ટિંગ કિટ મોકલવામાં આવી છે, જેની મદદથી હવે ફૂડ ઈન્સ્પેક્ટર્સ સ્થળ પર ખાણીપીણીના નમૂના લઈને તપાસ કરી શકશે. જેમાં ખાદ્યપદાર્થ અપ્રમાણિત જાહેર થશે તો સ્થળ પર જ વેપારી સામે કાર્યવાહી કરી શકાશે. અગાઉ ફરસાણના વેપારીઓ તળવા માટે વપરાતા તેલનો વધુ પડતો ઉપયોગ કરતા હોવાથી તેલની ચકાસણી માટે આધુનિક સાધનો વિકસાવવામાં આવ્યા છે.”

આ અંગે જ્યારે નવજીવન ન્યૂઝની ટીમ દ્વારા ડૉ. ભાવિન જોશીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કોઈ મીડિયા સાથે આ અંગે વાત કરી હોવાની વાતને સમર્થન આપ્યું ન હતું. જેથી ઉપર લખવામાં આવેલા ડૉ. ભાવિન જોશીના નિવેદનને નવજીવન ન્યૂઝ સમર્થન કરતું નથી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular