Wednesday, July 29, 2026
HomeGeneralઅમદાવાદ પોલીસ રથયાત્રામાં કોઈ કસર છોડવા માગતી નથી, હવે આકાશમાંથી પણ પોલીસ...

અમદાવાદ પોલીસ રથયાત્રામાં કોઈ કસર છોડવા માગતી નથી, હવે આકાશમાંથી પણ પોલીસ રાખશે નજર VIDEO જુઓ કેવુ લાગશે શહેર

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): અમદાવાદમા જગન્નાથ ભગવાનની રથયાત્રામાં સુરક્ષા માટે અમદાવાદ પોલીસે તડામાર તૈયારી તો કરી દીધી છે, આધુનિક હથિયારો, જીપીએસ સીસ્ટમ , સીસીટીવી કેમેરા અને ડ્રોન દ્વારા તો કંટ્રોલ રૂમ સતત સર્વેલન્સ રાખશે, પણ પેરા મોટર દ્વારા પણ અમદાવાદ પોલીસ આકાશમાંથી રથયાત્રા સહિત તેના માર્ગો ઉપર નજર રાખશે. પેરા મોટરમાં બે વ્યકિત બેસી શકે તેવી વ્યવસ્થા છે, અમદાવાદ પોલીસ પેરામોટર મંગાવી લીધી છે, જેને ઘણા લોકો ફલાઈંગ મશીન તરીકે પણ ઓળખે છે.



અમદાવાદ હેડકવાર્ટર ખાતે આવી ગયેલા પેરામોટરની હાલમાં ટ્રાયલ લેવામાં આવી રહી છે, પેરામોટરમાં સવાર બે પોલીસ જવાનોને પણ તેને ઉડાડવાની તાલીમ સાથે ખાસ કેમેરા દ્વારા પોલીસ કંટ્રોલ રૂમને ફીડ કેવી રીતે મોકલવી તેની તાલીમ પણ આપવામાં આવી રહી છે. હાલમાં પેરામોટરની ટ્રાયલ લેવામાં આવી રહી છે, સંભવત રથયાત્રામાં પહેલી વખત પેરામોટરનો ઉપયોગ કરી પોલીસ આકાશી સર્વેલન્સ પણ કરશે.

અત્યંત ઓછા ખર્ચમાં પેરામોટર દ્વારા પોલીસ આકાશી સર્વેલન્સ કરશે ત્યારે કેવુ લાગશે અમદાવાદ જુઓ આ વિડીયો.

- Advertisement -




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular