Wednesday, July 29, 2026
HomeGeneralઅમદાવાદ: પેટ્રોલપંપના માલિકનું ધોળાદિવસે અપહરણ, ગણતરીના કલાકમાં ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાન્ચ

અમદાવાદ: પેટ્રોલપંપના માલિકનું ધોળાદિવસે અપહરણ, ગણતરીના કલાકમાં ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાન્ચ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગતરોજ તારીખ 6 જૂનના રોજ અમદાવાદ શહેરના એક પેટ્રોલપંપના માલિકને ધોળાદિવસે અપહરણ થયાની ઘટના નોંધાઈ હતી. અપહરણકર્તાઓ પેટ્રોલપંપના માલિક અતુલભાઈ કેશવલાલ પટેલને કારમાં અપહરણ કરી રૂપિયા 70 લાખની માતબાર રકમની માંગીણી કરી રહ્યા હતા. આ મામલે ગણતરીની કલાકોમાં જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યા છે.



ગઈકાલે સવારે નવ વાગ્યાના અરસામાં મોટેરાગામ પાછળ માતાજીના મંદિર પાસેથી અતુલભાઈ પટેલનું અપહરણ કરવામાં આવ્યું હતું. બલેનો કારમાં આવેલા આરોપીઓ અપહરણ કરી ગાંધીનગર તરફ નાસી ગયા હતા. ધોળાદિવસે પેટ્રોલપંપના માલિકનું અપહરણ થયાની ઘટના સામે આવતા શહેરીજનોમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ચાંદખેડા પોલીસ સ્ટેશન અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એલ.દેસાઇની ટીમ આરોપી અને અતુલભાઈને શોધવા માટે કામે લાગી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.પી.ગોહિલને બાતમી મળતા અતુલભાઈનું અપહરણ કરીને વિસનગર લઈ જવામાં આવ્યા છે. બાતમીના આધારે તપાસ કરતાં માણસાથી વિસનગર રોડ પર આવેલા ચાર રસ્તાથી બે-એક કિલોમીટર દુર કાચા રસ્તે બિલોદરા- ઉમિયાનગર ગામની સીમમાં આવેલ એક નિલગીરીના ખેતરમાં આવેલ એક ઓરડીમાંથી અતુલભાઈ મળી આવતા તેમને સલામત રીતે છોડાવી લેવાયા હતા. આરોપીઓએ પોલીસને કબુલાત કરતા જણાવતા અપહરણમાં જમીનના નાણા મામલે થયેલી તકરાર જવાબદાર હોવાનું ખુલ્યું હતું.

પોલીસે ખેતરમાં દરોડો કરી સ્થળ પરથી 3 આરોપીની ધરપકડ કરી હતી. જેમાં આરોપી મહેન્દ્રસિંહ ઉર્ફ ઈશ્વરસિંહ વેરાજી ગોલ, કુલદિપસિંહ મહેન્દ્રસિંહ ગોલ, મહંમદ તોફીક સલીમભાઈ મેમણને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઝડપાયેલા આરોપીની પુછપરછ કરતા અન્ય આરોપીની સંડોવણી પણ સામે આવી હતી. આરોપીની કબુલાતના આધારે પોલીસે અન્ય 3 આરોપી રાહુલ પંકજભાઈ મોદી, મોહસીન મહેબુબશા ફકીર અને મહંમદ અબરાર અંસારીની ધરપકડ કરી હતી.



આરોપી મહેન્દ્રસિંહની ગોલતરા ગામ ખાતેની 3 વિઘા જમીન અતુલભાઈ દ્વારા ખરીદી કરવામાં આવી હતી. આ જમીનના નાણા મામલે તકરારના કારણે આરોપી મહેન્દ્રસિંહ અને તેના પુત્ર જયદિપસિંહ અને કુલદિપસિંહ સાથે મળી અપહરણનો પ્લાન ઘડ્યો હતો. જેમાં રાહુલ મોદીએ અન્ય આરોપી મોહસીન ફકિરને તૈયાર કર્યો હતો. મોહસીનના કહેવાથી તેના મિત્રો તૌફીક મેમણ, અબરાસ અંસારી તથા આરીફ સીંધીને તૈયાર કર્યા હતા. આરોપી રાહુલ મોદીએ આ અપહરણમાં સાથે રહેવા 10 લાખ નક્કી કર્યા હતા જ્યારે અન્યને 50-50 હજાર આપવાનું નક્કી થયું હતું. જેમાં જયદિપસિંહ અને મહમદ આરીફ મહમદ રફીક સિંધી પોલીસને હાથ લાગ્યા નથી.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular