Wednesday, July 29, 2026
HomeGeneral"કોરોનાના કેસ ઘટાડવા પર વિશેષ ધ્યાન આપો": બે અઠવાડિયામાં કેસોમાં વધારા વચ્ચે...

“કોરોનાના કેસ ઘટાડવા પર વિશેષ ધ્યાન આપો”: બે અઠવાડિયામાં કેસોમાં વધારા વચ્ચે કેન્દ્રએ રાજ્યોને પત્ર લખ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: દેશમાં છેલ્લા બે અઠવાડિયામાં કોવિડ-19ના કેસોમાં થયેલા વધારાથી ચિંતિત કેન્દ્ર સરકારે રાજ્યોને પત્ર લખ્યો છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે લખેલા પત્રમાં રાજ્યોને કોરોનાના કેસ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દેશના ચાર રાજ્યોમાં કોરોનાના સૌથી વધુ કેસ વધી રહ્યા છે, જેમાં મહારાષ્ટ્ર, કેરળ, દિલ્હી અને કર્ણાટકનો સમાવેશ થાય છે. દેશમાં કોરોનાના કુલ કેસોમાંથી 81 ટકા કેસ આ ચાર રાજ્યોના છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોએ રોગચાળાની પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે અત્યાર સુધીની પ્રગતિ પર કામ કરવાનું ચાલુ રાખવું જોઈએ.



નોંધપાત્ર વાત એ છે કે, ગુરુવારે દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યા 7000ના આંકડાને પાર કરી ગઈ હતી. દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કુલ 7,240 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં અત્યાર સુધી કોવિડ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4 કરોડ 31 લાખ, 97 હજાર 522 થઈ ગઈ છે. નવા કોવિડ ચેપના કેસમાં આ સતત બીજો દિવસ છે, જેમાં લગભગ 40 ટકાનો ઉછાળો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડથી કુલ આઠ લોકોના મોત પણ થયા છે. દેશમાં અત્યાર સુધી કોવિડથી કુલ 5 લાખ 24 હજાર 723 લોકોના મોત થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશભરમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા વધીને 32,498 થઈ ગઈ છે. કુલ ચેપના 0.08 ટકા હિસ્સો સક્રિય કેસનો છે. દેશમાં રિકવરી રેટ ઘટીને 98.71 ટકા પર આવી ગયો છે. જો કે, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 3,591 દર્દીઓ સાજા થયા છે, જે નવા દર્દીઓની સંખ્યાના અડધાથી થોડા ઓછા છે.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular