નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત (Ahmedabad Iskcon Accident) ઘટનામાં એક પૂરઝડપે દોડી રહેલી જેગુઆર કારે 9 વ્યક્તિઓના જીવ લીધા હતા. ગમખ્વાર અકસ્માત સર્જનાર આરોપી તથ્ય પટેલની (Tathya Patel) સાથે તેના પિતા પ્રજ્ઞેશ પટેલની પણ ધરપકડ કરવામાં આવી હતી. હાલ બંને આરોપી સાબરમતી સેન્ટ્રલ જેલમાં (Sabarmati Jail) જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. ત્યારે આરોપી પ્રજ્ઞેશ પટેલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જામીન માટે અરજી કરી છે. જે અરજી પર આગામી 28 જુલાઈના રોજ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ચુકાદો આપશે. જેમાં પ્રજ્ઞેશ પટેલને જામીન આપવા કે નહીં તે નક્કી કરવામાં આવશે. આરોપી તથ્ય પટેલના વકીલ નિસાર વૈદ્યએ પણ પહેલા પિતા પ્રજ્ઞેશ પટેલ જામીન માટે અરજી મૂકવાની વાત જણાવી હતી.
આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ પર ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં લોકોને ધાક ધમકી આપવી તેમજ પિસ્તોલ બતાવાના આરોપસર ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપી પ્રજ્ઞેશ પટેલ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. જેમાં તેની સામે લેન્ડગ્રેબિંગ, ધાકધમકી, ગેગરેંપ સહિતની ફરિયાદ પોલીસે ચોપડે નોંધયેલી છે. હાલ આ મામલાને લઈને પણ કોર્ટે આરોપીને જામીન આપવી કે નહીં તે બાબતે નિર્ણય કરવામાં આવશે.
પ્રજ્ઞેશ પટેલે ગ્રામ્ય કોર્ટમાં જામીન માટે અરજી કરતા રજૂઆત કરી હતી કે, તે ઘટનાસ્થળે હાજર ન હતો. તેના પર જે ધાકધમકી તેમજ પિસ્તોલ બતાવવી એ તમામ આક્ષેપ ખોટા છે. તેણે અરજીમાં કહ્યું છે કે, તમામ પીડિતો સાથે તેમની લાગણી જોડાયેલી છે અને તેઓ તપાસમાં સહકાર આપવા તૈયાર છે. તે જામીન મળ્યા બાદ ક્યાય ભાગીને જવાનો નથી, તેવી પણ બાહેંધરી અમદાવાદ ગ્રામ્ય કોર્ટને આપી છે. જે બાબતે હવે 28 જુલાઈના રોજ કોર્ટ જામીન અરજી પર સુનાવણી કરશે. હવે જોવું રહ્યું કે કોર્ટ જામીન અરજીને લઈ શું ચુકાદો આપશે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








