નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ એરપોર્ટ પરથી 1 કરોડના કિંમતી હીરા 304.629 કેરેટના હીરા ડીઆરઆઈએ પકડી પાડ્યા છે. મુાસાફરે તેના સામાનમાં મહિલાઓના કપડામાં હીરાના 15 પેકેટ છુપાવ્યા હતા. આ મુસાફર જોડેથી 40 હજાર દીરહામની કિંમતની વિદેશી ચલણી નોટો પણ મળી આવી હતી. જેની ભારતીય ચલણમાં રૂ. 8 લાખ થાય છે.
અત્યાર સુધીમાં બીજા દેશથી ભારતમાં સ્મગલિંગ થતું હતું હોવાની ઘટના પ્રકાશિતમાં આવી હતી. પરંતુ આ વખતે ભારતથી દુબઈ લઈ જવામાં આવતા કરોડના હીરા જપ્ત કરવામાં આવ્યા છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સને ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ભારતથી દુબઈ જતો એક મુસાફર તેના સામાનમાં હીરા છુપાવીને ભારતની બહાર હીરાની દાણચોરી કરી રહ્યો છે. બાતમીના આધારે અધિકારી મુસાફરને અટકાવી તેની તપાસ કરતાં વિવિધ કદ અને જથ્થાના છૂટક હીરાની 15 નાની પ્લાસ્ટિકની થેલીઓ મળી આવી હતી.
મુસાફર મુંબઈનો વતની હોવાનું સામે આવ્યું છે અને તે ભારતની બહાર હીરાની દાણચોરીમાં સામેલ હતો. તેણે જણાવ્યું હતું કે દુબઈ સ્થિત હીરાના વેપારી દ્વારા તેને આ કામ માટે કમિશન ઓફર કરવામાં આવ્યું હતું. ઉપરાંત મુસાફર જોડેથી લગભગ 40,000 દિરહામની કિંમતની વિદેશી ચલણી નોટો પણ મળી આવી હતી. જેની ભારતની કિંમત 8 લાખ થાય છે. ઝડપાયેલા મુસાફરે એરપોર્ટ પર અધિકારીઓને હીરા અને વિદેશી ચલણનો જથ્થો જાહેર કર્યો ન હતો. વેલ્યુઅરની હાજરીમાં ઝડપાયેલા હીરાની તપાસ અને મૂલ્યાંકન કરાયું હતું. જેથી હીરા 304.629 કેરેટના અને તેની બજાર કિંમત રૂ. 1 કરોડ હોવાનું સામે આવ્યું હતું. મુસાફર સામે કસ્ટમ્સ એક્ટ 1962ની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











