Saturday, July 4, 2026
HomeGujaratછેલ્લા 13 દિવસમાં પેટ્રોલ-ડીઝલ 8 રૂપિયા મોંઘું થયું, આજે પણ 80 પૈસાનો...

છેલ્લા 13 દિવસમાં પેટ્રોલ-ડીઝલ 8 રૂપિયા મોંઘું થયું, આજે પણ 80 પૈસાનો વધારો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો છે. આજે 3 માર્ચ, 2022, રવિવારના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ વધારો થયો છે. સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે ​​પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 80-80 પૈસાનો વધારો કર્યો છે.



શુક્રવારે પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રાખવામાં આવ્યા હતા, પરંતુ શનિવાર અને રવિવાર એમ બંને દિવસે 80-80 પૈસા પ્રતિ લિટર મોંઘું થયું હતું. છેલ્લા અઠવાડિયામાં સરેરાશ દર બીજા દિવસે સમાન વધારો નોંધવામાં આવ્યો હતો. આજનો વધારો છેલ્લા 13 દિવસમાં 12મો વધારો છે. લગભગ સાડા ચાર મહિનાની સ્થિરતા બાદ તેલની કિંમતો સતત વધી રહી છે. આજના ભાવ વધારા બાદ છેલ્લા 13 દિવસમાં પેટ્રોલ અને ડીઝલ બંને 8 રૂપિયા પ્રતિ લીટર સુધી મોંઘા થયા છે. અમદાવાદમાં સાદું પેટ્રોલ રૂ ૧૦૩.૦૮ અને પ્રીમિયમ પેટ્રોલ રૂ.૧૦૬.૪૨ પ્રતિ લીટર થયું છે, જ્યારે સાદું ડીઝલના રૂ.૯૭.૩૭ અને ડીઝલ પ્રીમિયમ રૂ ૧૦૭.૧૮ના ભાવ પર પહોંચ્યું છે.

આ વધારા બાદ આજે દિલ્હીમાં પેટ્રોલ 103.41 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 94.67 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 84 પૈસાના વધારા સાથે 118.41 અને ડીઝલ 85 પૈસા વધીને 102.64 પર વેચાઈ રહ્યું છે. ભારતીય વાયદા બજારમાં શુક્રવારે ક્રૂડ ઓઈલના વાયદાના ભાવ 3.34 ટકા ઘટીને રૂ.7,507 પ્રતિ બેરલ થયા હતા. વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ 99.04 પ્રતિ બેરલ નોંધાયું હતું. વૈશ્વિક બ્રેન્ટ ક્રૂડ 103.72 પ્રતિ બેરલ આસપાસ હતું. દેશમાં આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલ માર્કેટના ભાવો અનુસાર, દરરોજ ઇંધણ તેલના સ્થાનિક ભાવમાં સુધારો કરવામાં આવે છે. આ નવી કિંમતો દરરોજ સવારે 6 વાગ્યાથી લાગુ થઈ જાય છે.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular