Sunday, April 19, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદના IIM રોડ પર ધોળાદિવસે ખાનગી કંપનીનો કર્મચારી લૂંટાયો, 25 લાખ ભરેલી...

અમદાવાદના IIM રોડ પર ધોળાદિવસે ખાનગી કંપનીનો કર્મચારી લૂંટાયો, 25 લાખ ભરેલી બેગ લઈને આરોપીઓ ફરાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) વધુ એક લૂંટની (loot) ઘટના સામે આવી છે. બે લૂંટારાઓએ એક્ટિવા પર 25 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને પસાર થઈ રહેલા કર્મચારીને ટાર્ગેટ કર્યો હતો. એક લૂંટારાએ અકસ્માતનું નાટક કરી કર્મચારી સાથે બોલાચાલી કરી હતી. જ્યારે બીજા એક લૂંટારાએ કર્મચારી પાસે રહેલી પૈસાની બેગ અચાંકી લીધી હતી અને બંને ફરાર થઈ ગયા હતા. જેને લઇ કર્મચારીએ બુમાબુમ કરતા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. કર્મચારીએ આ મામલે પોલીસને જાણ કરતા ગુજરાત યુનિવર્સિટી પોલીસની (Ahmedabad Police) ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલ પોલીસે આસપાસના CCTV કેમેરા તપાસી લૂંટારાઓને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

બનાવની વિગત મુજબ, ફરિયાદી વિજય ગોહેલ ગતરોજ અમદાવાદના નવરંગપુરા ખાતે આવેલી વી. પટેલ આંગડિયા પેઢીમાંથી 25 લાખ રૂપિયા ભરેલી બેગ લઈ સાંજના અરસામાં IIM રોડ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન એક મોટર સાયકલ પર બે જેટલા લૂંટારાઓ આવ્યા હતા. જેઓએ ફરિયાદીને આંતરીને અકસ્માતનો ઢોંગ કરી બોલાચાલી કરી હતી. ત્યારબાદ ફરિયાદીના સાથે રહેલા કલાર્ક પાસેથી લૂંટારાઓએ રોકડા ભરેલું 25 લાખ રૂપિયાની બેગ ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. જેને લઈ ફરિયાદીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા. આ મામલે તાત્કાલિક ફરિયાદીએ પોલીસને જાણ કરતા ગુજરાત યુનિવર્સિટી પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.

- Advertisement -

લૂંટની ઘટનાને લઈ પોલીસે ફરિયાદીનું નિવેદન લઈ આજુબાજુના CCTV કેમેરા તપાસ્યા છે. તેમજ આ મામલે લૂંટ અંગેનો ગુનો નોંધી લૂંટારાઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. આ પ્રકારે ધોળા દિવસે લૂંટની ઘટના સામે આવતા આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે. સ્થાનિકો દ્વારા પોલીસની પેટ્રોલિંગ વધારવાની માગ કરવામાં આવી રહી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular