Sunday, April 19, 2026
HomeGujaratAhmedabadUGVCLના કર્મચારીનો આખા પરિવાર સાથે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ , પિતા-પુત્રના...

UGVCLના કર્મચારીનો આખા પરિવાર સાથે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ , પિતા-પુત્રના મોતથી હડકંપ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News: આજની દોડધામભરી પરિસ્થિતિમાં માણસ અનેક સંઘર્ષોનો સામનો કરી રહ્યો છે. પરિસ્થિતી સામે હામ ખોઈ બેઠેલા માણસને જીવન કરતાં મોત વધારે વ્હાલું લાગે છે અને સંઘર્ષભરી પરિસ્થિતિનો અંત લાવવા તૈયાર થઈ જાય છે. દિન પ્રતિદિન આત્મહત્યા કરવાના કિસ્સા સામે આવે છે, ત્યારે ધોળકામાં (Dholka) એક જ પરિવારના ચાર સભ્યોએ કોઈ અગમ્ય કારણોસર એક સાથે ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ (Family Attempted Mass Suicide) કરતાં પિતા અને મોટા પુત્રએ જીવ ગુમાવ્યાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, મૂળ મહેસાણાના વતની કિરણભાઈ UGVCLમાં નોકરી કરતાં હતા અને પોતાના પરિવાર સાથે ધોળકામાં રહેતા હતા. જો કે, ગઈકાલે કોઈ અગમ્ય કારણથી કિરણભાઈએ પત્ની સહિત બે પુત્રો સાથે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગયો છે. આસપાસ રહેતા લોકોને જાણ થતાં જ પાડોશીઓ કિરણભાઈના ઘરે આવી ગયા હતા. તેમજ તાત્કાલિક દવા પીનારા સભ્યોને હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલના તબીબે કિરણભાઈ અને મોટા પુત્રને મૃત જાહેર કર્યા હતા. કિરણભાઈની પત્ની અને નાના પુત્રને સારવાર આપવામાં આવી છે. જો કે, હજુ પણ કિરણભાઈ પત્ની અને નાના પુત્રની સ્થિતિ ગંભીર હોવાના સમાચાર મળી રહ્યા છે. ઘટનાની જાણ પોલીસને થતાં જ પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે પરિવારના આપઘાત મામલે તપાસ હાથ ધરી છે, તેમજ કિરણભાઈની દીકરીએ પોતાની ઈચ્છા વિરુધ્ધ પ્રેમલગ્ન કરી લેતા આખા પરિવારે ઝેરી દવા પીને આત્મહત્યા કર્યાનું પ્રથમ દૃષ્ટિએ જણાઈ રહ્યું છે. જો કે, પૂરી તપાસ બાદ જ પરિવારના આપઘાતનું સાચું કારણ સામે આવી શકે છે.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular