નવજીવન ન્યૂઝ. અમદાવાદ: હાલ ટેકનોલોજીના યુગમાં જાણે મોબાઈલ એક વ્યસન બની ગયું હોય, તે પ્રકારે લોકો મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય છે અને મોટા ભાગનો સમય સોશિયલ મીડિયામાં પરસાર કરતાં હોય છે. આ આદતના કારણે બાળકોના ભણતર પર અસર ન પડે તે માટે અમદાવાદના જિલ્લા શિક્ષણાધિકારીએ મહત્વનો નિર્ણય કર્યો છે. જે મુજબ હવે શાળામાં શિક્ષકોને શૈક્ષણિક કાર્ય દરમિયાન મોબાઈલના ઉપયોગ પ્રતિબંધ લગાવામાં આવ્યો છે.
અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે અનુશાર હવે અમદાવાદની શાળાઓમાં શૈક્ષણિક કાર્ય દરમિયાન શિક્ષકોને મોબાઈલના વપરાશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. શિક્ષકોને શાળામાં પ્રવેશ કરતાની સાથે જ મોબાઈલને આચાર્યની પાસે જમા કરવવાનો રહેશે. જો શૈક્ષણિક કાર્ય દરમિયાન કોઈ શિક્ષક મોબાઈનો ઉપયોગ કરતાં ઝડપાશે તો તેને દંડ ફટકારવામાં આવશે. શિક્ષકો રિશેષ દરમિયાન મોબાઈલનો ઉપયોગ કરી શકશે. રિશેષ પૂર્ણ થયાં બાદ આચાર્યને મોબાઈલ જમાં કરવાનો રહેશે. સાથે જ આચાર્યને મોબાઈલ રજિસ્ટર જાળવવા માટે પણ સુચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, અનેક શાળામાં બાળકો અને વાલીઓ દ્વારા ફરિયાદો મળતી હોય છે કે, શૈક્ષણિક કાર્ય દરમિયાન શિક્ષકો મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરતા હોય છે. ચાલુ વર્ગે મોબાઈલ પર ફોન આવતા વાતચીત પણ કરતાં હોય છે. આ તમામ હકીકતો અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીના ધ્યાને આવતા આખરે શિક્ષકો અંગે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે, અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીના નિયમનું અમદાવાદની કેટલી શાળાઓ પાલન કરે છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








