Friday, June 5, 2026
HomeGujaratRajkotરાજકોટ ક્રાઈમ બ્રાંચનો મોટો ખુલાસોઃ બનાવટી સ્ટીકરો અને પ્રોપાઈલ આલ્કોહોલથી બનાવતા હતા...

રાજકોટ ક્રાઈમ બ્રાંચનો મોટો ખુલાસોઃ બનાવટી સ્ટીકરો અને પ્રોપાઈલ આલ્કોહોલથી બનાવતા હતા આયુર્વેદિક સિરપ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટઃ ગુજરાતમાં દારૂબંધી છે, જેના કારણે કેટલાક લોકો નશાકારક પદાર્થનું વેચાણ કરવા માટે જુદા-જુદા કીમિયાઓ અજવામાં આવતા હોય છે. હાલ ગુજરાતમાં કથિત આયુર્વેદિક સિરપનું મોટા પાયે વેચાણ થઈ રહ્યું છે. જેનો ઉપયોગ કેટલાક લોકો નશો કરવા માટે કરતાં હોય છે. આ કથિત આયુર્વેદિક શિરપ સામાન્ય રીતે પાન-પાર્લર પર મળી જતાં હોય છે. ત્યારે એક મહિના અગાઉ રાજકોટ ક્રાઈમ બ્રાંચે ઝડપેલા આયુર્વેદિક સિપરના જથ્થાને લઈને મોટા ખુલાસા થયા છે. જેમાં ભાજપના બે આગેવાનો સહિત 6 લોકો સામે ગુનો નોંધીને ઝડપી પાડવામાં આવ્યા છે.

શું હતો સમગ્ર મામલો

રાજકોટ ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે ગત 3 જુલાઈના રોજ 5 ટ્રક ઝડપી હતી. જેમાંથી આયુર્વેદિક સિરપનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જે પૈકી બે ટ્રક નાગરીક બેંક ચોક પાસે આવેલા પાર્કિંગમાંથી અને અન્ય ત્રણ ટ્રક હુકડો ચોકડી પાસે આવેલા માધવ પાર્કિંગમાંથી ઝડપી પાડવામાં આવી હતી. પાંચેય ટ્રકમાંથી જુદી-જુદી કંપનીનો હર્બલ આયુર્વેદિક સિરપનો મોટો જથ્થો પોલીસને મળી આવ્યો હતો. પોલીસને પાંચેય ટ્રકમાંથી કુલ 73,269 હર્બલ આયુર્વેદિક સિરપનો જથ્થો મળી આવ્યો હતો. જેની કિંમત રૂપિતા 73,26,900 થાય છે. આ જથ્થા અંગે ટ્રક ડ્રાઈવર પાસેથી દસ્તાવેજી પુરાવા માગતા સંતોષકારક જવાબ ન મળતા જથ્થો જપ્ત કરીને રાજકોટ ક્રાઈમ બ્રાંચે જાણવાજોગ દાખલ કરીને હર્બલ આયુર્વેદિક સિરપના નમુના લઈને FSL માટે મોકલી આપવામાં આવ્યા હતા.

- Advertisement -

ટ્રક ડ્રાઈવરની પુછપરછ કરવામાં આવતા જણાવ્યું હતું કે, હર્બલ આયુર્વેદિક સિરપનો જથ્થો રાજકોટ ગ્રામ્યના શાપર વેરાવણ ખાતેના ગોડાઉનમાંથી ભરાવ્યો હતો. આ માલ અંગે કોઈ પ્રકારનું બિલ કે આધાર પુરાવો આવ્યો ન હતો અને કહેવામાં આવ્યું હતું કે, આજુબાજુના 30 કિલોમીટરની અંદર માલી ખાલી કરવાનો છે, હાલ ટ્રક રાજકોટના પાર્કિંગમાં રાખી દેજો બિલ કાલે મોકલી આપવામાં આવશે અને જ્યાં કહેવામાં આવે ત્યાં માલ ઉતારી આવજો. ટ્રક ડ્રાઈવરો રાજકોટના પાર્કિંગમાં ટ્રક ઊભા રાખીને બીલની રાહ જોઈ રહ્યા હતા. તે દરમિનાય પોલીસની રેડ પડી હતી. જેથી ગાડીઓ ભાડે કરનાર જયરાજ ખેરજીયાએ તેના શેઠ રૂપેશ ડોડિયા પાસેથી બિલ લઈને આવીને પોલીસને રજૂ કર્યા હતા.

પોલીસે બીલ ચકાસતા તેમાં શિવ શક્તિ માર્કેટીંગ નામની પેઢી અને GST નંબર હતો, સાથે જ માલ ખરીદનાર પેઢી કે. કે. એન્ટરપ્રાઈઝ, રાજેશ્વરી એન્ટરપ્રાઈઝ, પાર્થવી એન્ટરપ્રાઈઝ અને ઉરવાશી એન્ટરપ્રાઈઝનો ઉલ્લેખ કર્યો હતો. બિલમાં જણાવેલ નંબર પર પોલીસ ફોન કરીને તપાસ કરતાં અશોક ચૌહાણનો હોવાનું સામે આવ્યું હતું. જે રૂપેશ ડોડીયાની સ્કુલ વાન ચલાવતો હતો અને આયુર્વેદિક સિરપ બોટલને ઉતારવાનું અને ગાડીમાં ભરવાનું કામ રૂપેશ ડોડીયાને ત્યાં કરતાં હતો. સાથે જ તેના નામની આવી કોઈ પેઢી આવેલી ન હોવાનું સામે આવ્યું હતું. જુદા-જુદા બિલમાં દર્શાવેલા નંબર પર સંપર્ક કરતાં આ રજૂ કરેવા બિલ ખોટા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.

પોલીસે ટ્રકમાંથી કબ્જે કરેલી હર્બલ આયુર્વેદિક સિરપમાં Gitanjali Grakshasava helthcare ayurveda, ushirasava asav arishta blood purifier hethecare ayurveda, ashvashav improve the brain health & ensures coordination helthecare ayurved, kaal meghasava asava arishta geetanjali herb 10% ayurvedic, kankasava helthecare ayurved a, garegem asava arishta ayurvedic proprietary medicine helhecare ayurveda કંપનીની સિરપને FLS રિપોર્ટ માટે મોકલી આપી હતી.

- Advertisement -

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, કબ્જે કરાયેલી જુદી-જુદી કંપની હર્બલ આયુર્વેદિક સિરપની બોટલમાં ઈથાઈલ આલ્કોહોલ અને આઈસો પ્રોપાઈલ આલ્કોહોલ ઉમેરીને આરોપીઓ ભાડે રાખેલા ગોડાઉમંમાં વેચાણ કરવા માટે રાખતા હતા. ઈથાઈલ આલ્કોહોલનો ઉપયોગ કેમીકલ પ્રોડક્ટ અને હેન્ડ સેનેટાઝરમાં થતો હોય છે. જે વધુ પડતું પીવાથી માણસનું મૃત્યુ થવાની પણ સંભાવના રહી છે. સાથે જ આરોપીઓએ GAREGEM અને KAAL MEGHASAVAની બોટલ પર ખોટા નામો વાળા બનાવટી સ્ટીકરો લગાવીને વેચાણ કરતાં હતા. બોટલ પર ખોટા લાઈસન્સ નંબર લખીને તેમનો સાચા તરીકે દર્શાવી ઉપયોગ કરવામાં આવતો હતો. સમગ્ર બનાવ અંગે પોલીસે ભાજપના આગેવાનો ધર્મેન્દ્ર ડોડીયા અને રૂપેશ ડોડીયા સહિત મેહુલ જસાણી, લકધીરસિંહ જાડેજા, અશોક ચૌહાણ અને જયરાજ ખેરડીયા સામે ગુનો દાખલ કરીને ત્રણને ઝડપી પાડ્યા છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular