નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad News: ગુજરાતમાં દિવસને દિવસે છેતરપિંડી કિસ્સાઓનો રાફડો ફાટ્યો હોય તેવી રીતે છેતરપિંડીના (Cheating) બનાવો સામે આવી રહ્યા છે. ઠાગબાજો લાખો રૂપિયાનો ચૂનો લગાવી પોતાના મોજ શોખ પૂરા કરી રહ્યા છે. ત્યારે અમદાવાદમાંથી (Ahmedabad) વધુ એક લાખો રૂપિયાની છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. કંપનીના કર્મચારીએ ખોટા બિલો બનાવી કંપની પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છે. આ અંગેની જાણ થતાં કંપનીના ફાઇનાન્સિયલ ઓફિસરે આ સમગ્ર છેતરપિંડી (Fraud) મામલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં (Ellis Bridge Police Station)ફરિયાદ નોંધાવી છે.
બનાવની પ્રાથમિક વિગત મુજબ, ફરિયાદી શિલ્પાબેન પરિમલ ગાર્ડન પાસે આવેલા ગાર્નેટ મર્શડીઝ શો રૂમમાં ફાઇનાન્સિયલ ઓફિસર તરીકે કામ કરે છે. તેમની જ કંપનીમાં મ્યુનિસિપલ ટેક્સ બિલ ભરવાનું કામ કરતો મિતેષ વોરાને એક ગ્રાહકે મ્યુનિસિપલ ટેક્સ બિલ ભરેલું ન હોવાથી પૈસા આપી ટેક્સ બિલ ભરવા માટે કહ્યું હતું. ત્યાર બાદ આરોપી મિતેષ પોતાના મિત્ર સાથે મળી ખોટા મ્યુનિસિપલ ટેક્સ બિલની રીસીપ્ટ કંપની સમક્ષ મૂકી હતી. ત્યારબાદ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનથી મસડીઝના સેલ્સ હેડને ફોન આવ્યો હતો કે, તમારા ગ્રાહકની ટેકસની રકમ હજુ સુધી ચૂકવાઈ નથી. જે બાદ તાપસ કરતા કર્મચારી મિતેષે કંપની સામે ખોટી કોર્પોરેશનના ટેક્સની રીસીપ્ટ મૂકી ગેરમાર્ગેદોર્યા હોવાની ઘટના સામે આવી હતી. અત્યાર સુધી તે દસથી વધુ ગ્રાહકોના મ્યુનિસિપલ કોર્પોરેશન ટેક્સની રકમ લઇ ચૂકયો હતો અને બદલામાં ડમી કોર્પોરેશન ટેક્સનું બિલ રજૂ કરતો હતો. જે સમગ્ર મામલે કંપની દ્વારા મિતેશ વોરાની પૂછપરછ કરતાં તેણે યોગ્ય જવાબ આપ્યા ન હતા. તેમજ બીજા દિવસથી તેણે કામ પર આવવાનું પણ બંધ કરી દીધું હતું.
મિતેષે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટેક્સ ભરવાના બહાને અત્યાર સુધી કંપની પાસેથી કુલ ૧૮ લાખથી વધુ લાખથી વધુ રકમ ખંખેરી લીધી હતી અને કંપની સામે મ્યુનિસિપલ ટેક્સની ખોટી રીસીપ્ટ મૂકી હતી. જે મામલે કંપનીના ફાઇનાન્સ ઓફિસરે કર્મચારી મિતેષ સામે છેતરપિંડીના પગલે એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી આરોપીને પકડવા તપાસ શરૂ કરી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796