Israel has now started threatening the world : અમેરિકાના ન્યૂયોર્કમાં યોજાઈ રહેલી યુએન જનરલ એસેમ્બલી (UN General Assembly New York) માં જગત જમાદાર એવા દેશના ખાસ મિત્ર ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂનું અપમાન (Israeli Prime Minister Netanyahu Insult) થયું છે. નેતન્યાહૂના ભાષણ પહેલાં જ અનેક રાષ્ટ્રના નેતાઓ ઉભા થઈને ચાલવા લાગતા ઇઝરાયલના વડાપ્રધાન ગુસ્સે થઈ ગયા અને તેમને કાયર કહ્યા. તેમણે પોતાના પ્રવચનમાં ઇઝરાયલની સૈન્ય કાર્યવાહીનો બચાવ કર્યો હતો. નેતન્યાહૂએ UN મહાસભામાં જે હરકત કરી તેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે. નેતન્યાહૂએ સ્ટેજ પર એક નાનું પેજર (Pager Beeper) બતાવીને પૂછ્યું કે, શું તેમને પેજર યાદ છે? પછી તેમણે જવાબ આપ્યો કે, હિઝબુલ્લાહ ચોક્કસપણે તેને યાદ કરે છે. નેતન્યાહુ બે વર્ષ જૂના હુમલા સાથે જોડાયેલું પેજર UN મહાસભામાં મંચ પર કેમ લાવ્યા? તેને લઈને મોટી ચર્ચા ઊઠી છે. અત્રે નોંધનીય છે કે, ઇઝરાયલમાં ચૂંટણી (Elections in Israel) ઓ આવી રહી છે અને નેતન્યાહૂ ચૂંટણીઓમાં પાછળ છે. યુએન જનરલ એસેમ્બલીનો ઉપયોગ તેઓ તેમના ચૂંટણી પ્રચારના એક પ્લેટફોર્મ તરીકે કરી રહ્યા હોવાનો આરોપ નેતન્યાહુ પર લાગ્યો છે.
યુએન મહાસભામાં શું થયું ?
નેતન્યાહૂ પોતાનું ભાષણ આપવા યુએન મહાસભા (Netanyahu speech UN General Assembly) માં પહોંચ્યા ત્યારે ઘણા દેશોના પ્રતિનિધિ વિરોધમાં પોતાની બેઠકો છોડીને ચાલ્યા ગયા. કન્વેન્શન સેન્ટરમાં નેતન્યાહૂના ભાષણ દરમિયાન સાઉદી અરેબિયા, સુદાન, ટ્યુનિશિયા, ઉઝબેકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અલ્જેરિયા, ઈરાન, મલેશિયા, મોન્ટેનેગ્રો અને કિર્ગિસ્તાન જેવા દેશોની બેઠકો ખાલી હતી. જોર્ડન, લિબિયા, માર્શલ આઇલેન્ડ અને મોરેશિયસની બેઠકો પણ ખાલી હતી. ઘણા દેશોના એક પ્રતિનિધિ હાજર હતા. જ્યારે બાકીના વિરોધમાં ચાલ્યા ગયા. ગુસ્સે ભરાયેલા નેતન્યાહૂએ વિદાય લઈ રહેલા ટોળાને કહ્યું, “જો કોઈ નૈતિક રીતે કાયર છે અને હજુ પણ આ હોલમાં છે, તો તેમણે પણ ચાલ્યા જવું જોઈએ.” તેમનું નિશાન માત્ર ઈરાન અને હિઝબુલ્લાહ જ નહીં, પણ બ્રિટન અને ફ્રાન્સ જેવા દેશો પણ હતા. જેઓ ગાઝામાં ઇઝરાયલના લોહિયાળ ઓપરેશન સામે વિરોધ કરતા હતા.
પેજર વિસ્ફોટની ઘટના અને નેતન્યાહુનું પ્રદર્શન
નેતન્યાહુએ જે પેજર પ્રદર્શિત (Netanyahu displayed a pager) કર્યું તેને બીપર પણ કહેવામાં આવે છે. પેજર એક નાનું વાયરલેસ ઉપકરણ છે. જે વ્યક્તિને ટૂંકા સંદેશ અથવા કોલ-બેક સિગ્નલ મોકલી શકે છે. મોબાઇલ ફોન પહેલાં તેનો ઉપયોગ ડોકટરો, પોલીસ અને અન્ય મહત્વપૂર્ણ કર્મચારીઓનો ઝડપથી સંપર્ક કરવા માટે થતો હતો. પરંતુ નેતન્યાહુનો અહીં પેજર પ્રદર્શિત કરવાનો હેતુ અલગ હતો. હિઝબુલ્લાહ લડવૈયાઓ ઇઝરાયલથી છુપાવવા તેમજ જ એકબીજાનો સંપર્ક કરવા પેજરનો ઉપયોગ લો-ટેક સંચાર માધ્યમ તરીકે કરી રહ્યા હતા. વર્ષ 2024માં થયેલાં વિસ્ફોટોના થોડા મહિના અગાઉ ઇઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદે (Mossad) હિઝબુલ્લાહ દ્વારા ઓર્ડર કરાયેલા 5 હજાર પેજરમાં વિસ્ફોટકો લગાવી દીધા હતા. ત્યારબાદ ત્રણેક હજાર પેજરને એક સાથે એક કોડ મોકલવામાં આવતા તેમાં વિસ્ફોટ થતા અનેક હિઝબુલ્લાહ સમર્થકો/લડવૈયાઓના મોત થયા હતા.








