નવજીવન ન્યઝ. બનાસકાંઠા: Banaskantha News : સામાન્ય રીતે કોઈના ઘરમાં કે બિલ્ડિંગમાં ચોરી થવાની ઘટનાઓ છાશવારે સામે આવતી હોય છે. પરંતુ ચોરી જેવી ઘટના જ્યારે મંદિર જેવી જગ્યાએ થાય ત્યારે અને તેમાં પણ ભગવાનની ચોવીસ કલાક પૂજા કરવાવાળા મંદિરના પૂજારી દ્વારા જ મંદિરમાં ચોરી (Theft) કરવામાં આવે ત્યારે માણસની નિયત અને તેના સંસ્કાર પર સવાલો ઊભા થતાં હોય છે. આવી જ એક ઘટના બનાસકાંઠાના (Banaskantha) પાલનપુરમાં (Palanpur) સામે આવી છે.
મળતી માહિતી મુજબ, બનાસકાંઠાના પાલનપુરમાં કંથેરીયા હનુમાન મંદિરમાં (Kantheriya Hanuman Mandir) ચોરી થવાની ઘટના સામે આવી છે, જેમાં ચોરી કરનાર કોઈ બહારનો ચોર નથી પરંતુ રાત દિવસ ભગવાનની પૂજા કરવાળા પૂજારીએ જ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. પૂજારી મંદિરમાથી ભગવાનના આભૂષણ અને 4.75 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયો છે. મંદિરના સંચાલક શિવગીરી મહારાજે એક મહિના પહેલા દિપક દૂબેને મહિને રૂપિયા 5000ના પગારથી મંદિરામાં પૂજા કરવા નોકરીએ રાખ્યો હતો. મંદિરના સંચાલક દુબઈ ગયા તે અરસામાં મંગળવારે સવારે પૂજારી દિપક દૂબે શિવગીરી મહારાજનો રૂમ ખોલી તિજોરીમાં રહેલો ભગવાન કૃષ્ણને ચડાવવાનો સોનાનો સવા બે તોળાનો હાર, સાડા ત્રણ તોલાની રૂદ્રાક્ષની માળા તથા મંદિરને દાનમાં મળેલા 1.60 લાખ રૂપિયા રોકડની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.
પૂજારીએ મંદિરના સેવકના પૈસાની પણ રૂપિયા 15000ની ચોરી કરી હતી. આમ ભગવાનના આભૂષણ તેમજ રોકડ સહિત રૂપિયા 4.75 લાખની ચોરી કરી પૂજારી ફરાર થઈ જતાં સમગ્ર પાલનપુરમાં ચકચાર મચી ગઈ હતી.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796