Wednesday, April 22, 2026
HomeGujaratAhmedabadસાસરિયાની દહેજની માગે એક બહેનને આપઘાત કરવા મજબૂર કરી, બીજી બહેને પિયરનું...

સાસરિયાની દહેજની માગે એક બહેનને આપઘાત કરવા મજબૂર કરી, બીજી બહેને પિયરનું શરણું લેવું પડ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News: દહેજ માગવું કાયદાકીય રીતે ગુનો હોવા છતાં સાંસારિયા દ્વારા દહેજ માગવાનું દૂષણ સતત વધતું જોવા મળે છે. દહેજ માગવાની ભારતીય સમાજની રૂઢિ આજના સમયમાં પણ પોતાનું વરવું સ્વરૂપ બતાવ્યા કરે છે. દહેજ પ્રથા સમાજ માટે શાપરૂપ હોવાની વાતો વચ્ચે આજે પણ કેટલાક સાંસારિયા દ્વારા પુત્રવધૂ પાસેથી દહેજની (dowry) માગણી કરી શારિરીક અને માનસિક ત્રાસ આપવામાં આવે છે. આવી જ એક ઘટના અમદાવાદના (Ahmedabad) નિકોલ વિસ્તારમાં સામે આવી છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદના પરિવારની સગી બે બહેનોને સુરતના બે સગા ભાઈઓ સાથે 2020માં સમાજના રીતરીવાજ મુજબ પરણાવવામાં આવી હતી. લગ્ન સમયે માતા-પિતાએ પોતાની શક્તિ મુજબ પોતાની દીકરીઓને છ તોલાના સોનાના દાગીના તથા ઘરવખરીનો સામાન આપ્યો હતો. છતાં યુવતીઓના સાસુ-સસરા દ્વારા કરિયાવરમાં ઓછું કરિયાવર મળ્યું હોવાના સતત મેણાટોણાં મારવાનું ચાલુ રાખ્યું હતું. આવા સંજોગોમાં યુવતીના સસરાએ યુવતીને કહ્યું કે, તારા મા-બાપે કરિયાવર સાવ ઓછું આપ્યું છે. આપણો પરિવાર મોટો હોવાથી ક્યાય ફરવા જવું હોય તો તકલીફ ન પડે તે માટે તારા બાપ પાસેથી કાર લઈ આવ તેવું દબાણ કરતાં હતા. યુવતી પોતાનો ઘર સંસાર ન બગાડે તે માટે સાસુ સાસરાના મેણાટોણાં સહન કરતી રહી. બીજી બાજુ તેની મોટી બહેનને પણ સાસરિયાં હેરાન કરી રહ્યા હતા, આ સંજોગોમાં મોટીબહેને સાસરિયાના ત્રાસથી કંટાળી ફેબ્રુઆરી માસમાં સુરતમાં આત્મહત્યા કરી લીધી હતી.

- Advertisement -

ઘટનાને પગલે સાસરિયાં વિરુધ્ધ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મોટી બહેનના મૃતદેહ સાથે જ યુવતી પોતાના પિયર અમદાવાદ આવી ગઈ હતી. ત્યારબાદ યુવતીએ પોતાના પતિને અમદાવાદ રહેવા બોલાવ્યો હતો, પરંતુ તે ન આવતા છેલ્લા છ માસથી યુવતી પોતાના પિયરમાં રહે છે. તેમજ યુવતીએ પોતાના પતિ અને સાસુ સસરા વિરુધ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. પોલીસે યુવતીની ફરિયાદ અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular