નવજીવન ન્યૂઝ.અમદાવાદ: Ahmedabad Crime News: દિવસે ને દિવસે ચોરી અને લૂંટના કિસ્સાઓ વધી રહ્યા છે. લૂંટારાઓ બેફામ બનીને કોઈપણ ભોગે ચોરીને અંજામ આપી રહ્યા છે. આવી એક ઘટના અમદાવાદ શહેરમાં (Ahmedabad City) બે દિવસ પહેલાં ઘટી હતી. રાજસ્થાનનો રહેવાસી યુવક વહેલી સવારે ધોળકાથી આવી અમદાવાદ અસારવા રેલવે સ્ટેશન પરીક્ષા આપવા જઈ રહ્યો હતો. તે દરમ્યાન શાહીબાગ પાસે ત્રણ યુવકોએ લૂંટ (Loot) કરવાનાં ઇરાદે તેને આંતરી જપાજપી કરી હતી. બાદમાં સફળ ન થતાં ચપ્પાનાં ઘા ઝીંકી હત્યા (Murder) કરી નાંખી હતી. આ બનાવની ફરિયાદ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ત્યારે આ કેસનો ભેદ ઉકેલવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને (Ahmedabad Crime Branch) સફળતા મળી છે.

શું બની હતી ઘટના?
ગત 14 એપ્રિલનાં વહેલી સવારે ભોગ બનનાર યુવક વહેલી સવારે પરીક્ષા આપવાના હેતુસર ધોળકાથી સુભાષબ્રિજ સ્ટાફ ગાડીમાં આવીને અસારવા રેલવે સ્ટેશન પર જઈ રહ્યો હતો. તે દરમ્યાન 3 શખ્સ Gj-1-ux-6711 ની મોટરસાઇકલ લઈને લૂંટ કરવાનાં ઇરાદે શાહીબાગ નમસ્તે સર્કલ તરફથી સ્વમિનારાયણ મંદિર આગળથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે આ યુવકને ડ્રોપ કરવાના બહાને મોટરસાયકલ પર બેસાડીને સુમસામ રસ્તા પર એક અનાજ ગોડાઉન ખાતે બાઈક ઉભું રાખ્યુ અને તે યુવકને મોટો છરો બતાવી ધાકધમકીથી મોબાઈલ અને પૈસા આપી દેવાનું જણાવ્યું હતું. પરંતુ યુવકે તેં ન કરતાં તેઓ વચ્ચે મારામારી જેમાં યુવકને પેટ અને પગ પર ઘા મારી, ગંબીર ઈજાઓ પહોંચાડી યુવકનો સામાન લઈ લૂંટારાઓ ફરાર થઈ ગયા હતા.
આ બનાવની ફરિયાદ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી અને પોલીસ તપાસમાં માલુમ પડ્યુ હતુ કે, આ પોસ્ટ ગ્રેજ્યુએટ યુવક મુળ રાજસ્થાનનો વતની હતો. તે ધોળકા પાસે આવેલી એક પ્રાઇવેટ કંપનીમાં સિકયુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. બાદમાં આ કેસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાતા પોલીસ ઇન્સ્પેક્ટર પી.કે.ગોહિલની ટીમના સબ ઇન્સ્પેક્ટર કે.એસ.સીસોદીયા, વી.ડી.ડોડીયા તથા અન્ય સ્ટાફનાં માણસોએ સાથે મળી લૂંટ વીથ મર્ડરનાં ગુનાનાં વાડજનાં 3 આરોપીને ગણતરીનાં કલાકોમાં ઝડપી પાડ્યા હતા.
પકડાયેલા આરોપીના નામ
અક્ષય ઉર્ફે આકાશ ઉર્ફે રાઇડર મનોજ રાઠોડ (ઉં.વ.22)
સન્ની ઉર્ફે ઢાંગી વિજય જેઠા દંતાણી (ઉં.વ.20)
રૂપેશ ઉર્ફે રાહુલ શ્રીકાંત દાંતણીયા (ઉં.વ.23)
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








