Tuesday, September 8, 2026
HomeGujaratઅમે 50 હજાર રેલવે કોચ બનાવ્યા, અગાઉની સરકાર 50 હજાર ટોઇલેટ પણ...

અમે 50 હજાર રેલવે કોચ બનાવ્યા, અગાઉની સરકાર 50 હજાર ટોઇલેટ પણ ન બનાવી શકી : વડોદરામાં વડાપ્રધાન મોદીનો પ્રહાર

- Advertisement -

Prime Minister Narendra Modi attacked the opposition in Vadodara : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં ₹20,700 કરોડના WD ફ્રેઇટ કોરિડોર (Western Dedicated Freight Corridor) નું લોકાર્પણ કર્યું. તેમણે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ‘નમો 4 વિકસિત ભારત’ કાર્યક્રમમાં ₹35,000 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnaw) એ જાહેરાત કરી કે સુરત-વાપી બુલેટ ટ્રેન (Bullet Train) સેક્શન ડિસેમ્બર સુધીમાં તૈયાર થશે. જેથી વડોદરાથી મુંબઈ દોઢ કલાકમાં પહોંચી શકાશે. નરેન્દ્ર મોદીએ GEN-Z ને સંબોધન કરતાં વિપક્ષી નેતાઓ પર કટાક્ષ કરતા કહ્યું, નારાજ ફુફાજી છે તે બૂમો પાડશે. અમે 50 હજાર રેલવે કોચ બનાવ્યા, અગાઉની સરકાર 50 હજાર ટોઇલેટ પણ નહોતી બનાવી શકી તેમ કહી જુની સરકાર પર પ્રહાર કર્યા હતા. અત્રે નોંધનીય છે કે, વડોદરામાં PM નરેન્દ્ર મોદીનું ખાસ Y આકારના સ્ટેજ રેમ્પ વોક કરીને GEN-Zને મળ્યા હતા. હીરા બાના લાલ મારા ભારતના લાલ, એણે મને માયા લગાડી ગીતથી મોદીનું સ્વાગત કરાયું હતું.

વડોદરા ખાતે જનમેદનીને સંબોધતાં PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર હવે ભારતના વિકાસ અને અર્થતંત્રની નવી ‘લાઈફલાઈન’ બની ચૂક્યો છે. આ વિકાસ ઉત્સવ દેશની પ્રગતિને નવી ઊંચાઈઓ પર લઈ જશે. પોતાના સંબોધનમાં વડાપ્રધાને પ્રોજેક્ટમાં થયેલા ભૂતકાળના વિલંબને લઈને અગાઉની સરકારો સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, આજે જે યુવાનો અહીં ઉપસ્થિત છે, તેમાંથી ઘણાનો તો કદાચ જન્મ પણ નહીં થયો હોય જ્યારે વર્ષ 2004માં આ ફ્રેઇટ કોરિડોરનો વિચાર રજૂ થયો હતો અને 2006માં કંપની બની હતી. પરંતુ વાસ્તવિકતા એ છે કે વર્ષ 2014 સુધી માત્ર ફાઈલો એક ટેબલ પરથી બીજા ટેબલ પર ફરતી રહી.

- Advertisement -

મોદીએ કહ્યું કે, શિક્ષણ પણ બદલાઈ રહ્યું છે. હાલમાં ડિગ્રી સાથે સ્કીલ પણ જરૂરી બની ગયું છે. આજે શિક્ષણ નીતિમાં નવા રૂપમાં ફેરવી રહ્યા છે. મે લાલ કિલ્લાથી બે ઘોષણા કરી હતી. જેમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઓનલાઈન ફ્રી કોચિંગ આપવાની દિશામાં કામ ચાલી રહ્યું છે. ભારતના યુવાનોએ AIમાં પારંગત થવું જરૂરી છે. AIના માધ્યમથી અનેક ક્ષેત્રમાં કામ થઈ શકે છે. સરકાર યુવાનો માટે નવું અભિયાન શરૂ કરવા જઈ રહી છે. ભારતને 2047 સુધીમાં વિકસિત બનાવીને જ રહેવાનું છે.

મોદીએ ગુજરાતીમાં કહ્યું, મારું એક કામ કરશો? વડોદરાને આટલું સ્વચ્છ બનાવી દીધું, પણ હવે વડોદરાને ગંદુ થવા જ નથી દેવું, હું પોતે ગંદકી નહીં કરું તેવો સંકલ્પ કરીએ, દિવાળી ચકાચક જાય.. ધન્યવાદ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે સંબોધન પૂર્ણ કર્યું હતું.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular