Tuesday, September 8, 2026
HomeGujaratBAPS ના સાધુઓની મુલાકાત ટાણે પેરિસના એફિલ ટાવરની મહિલા કર્મચારીઓને દૂર રાખવાના...

BAPS ના સાધુઓની મુલાકાત ટાણે પેરિસના એફિલ ટાવરની મહિલા કર્મચારીઓને દૂર રાખવાના નિર્ણયથી વિરોધ ભડક્યો, કર્મચારીઓની હડતાળ

- Advertisement -

Controversy after BAPS delegation’s visit to Eiffel Tower : ફ્રાંસના બુસી-સેંટ-જ્યોર્જેસ ખાતે દેશના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર (Hindu Temple in France) ના ઐતિહાસિક ઉદ્ઘાટન પૂર્વે BAPS ના પ્રતિનિધિ મંડળે પ્રખ્યાત એફિલ ટાવરની ગત શનિવારે મુલાકાત લીધા બાદ એક વિવાદ સામે આવ્યો છે. સ્વામિનારાયણના સાધુઓ સાથેનું એક મંડળ એફિલ ટાવર ખાતે પહોંચ્યું ત્યારે ત્યાં કામ કરતી મહિલા કર્મચારીઓને દૂર રાખવાનો નિર્ણય લેવાયો હતો. મહિલા કર્મચારીઓ સાધુઓની નજર સમક્ષ ના આવે તેવી રીતે તેમને છુપાઈને કામ કરવાનું કહેવામાં આવ્યું હતું. મહિલા કર્મચારીઓના સ્થાને પુરૂષ કર્મચારીઓને મુકી દેવાયા હતા. સોમવારે 7 સપ્ટેમ્બરના રોજ એફિલ ટાવર કર્મચારીઓની હડતાળને કારણે બંધ (Eiffel Tower closed due to strike) રહ્યો હતો. કર્મચારીઓ અને મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, હિન્દુ ધાર્મિક જૂથની મુલાકાત દરમિયાન મહિલા કર્મચારીઓને કથિત રીતે દૂર કરવાના વિરોધમાં હડતાળ હતી.

BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે 2 સપ્ટેમ્બરથી 13 દિવસનો સંસ્કૃતિ મહોત્સવ શરૂ થઈ ગયો છે. બોચાસણ સ્થિત અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) જૂથના લગભગ 100 લોકોના પ્રતિનિધિ મંડળે ગત શનિવારે એફિલ ટાવરની મુલાકાત લીધી હતી. આ દિવસે સીન નદી પર એક સાંસ્કૃતિક હોડી સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું. એફિલ ટાવરના કર્મચારીઓએ પ્રવાસમાં મહિલા કર્મચારીઓની સંખ્યા ઘટાડવાની ટીકા કરતા એક નિવેદન બહાર પાડ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, મહિલા કર્મચારીઓને તેમના લિંગના કારણે કામ પરથી દૂર કરવામાં આવ્યા હતા. પ્રતિનિધિ મંડળ હાજર હોય ત્યારે તમામ મહિલા કર્મચારીઓને ચોક્કસ વિસ્તારોમાં પ્રવેશવા કે પાર કરવાની મનાઈ હતી. એફિલ ટાવરનું સંચાલન કરતી કંપની SETE એ જણાવ્યું હતું કે હિન્દુ પ્રતિનિધિ મંડળે એવી વ્યવસ્થાની માગ કરી હતી જે મહિલાઓ સાથે રૂબરૂ વાતચીતને ઓછામાં ઓછી કરે. આ માગણીને સંતોષવામાં આવી હોવાનું કહેવાય છે અને તેનાથી કર્મચારીઓ ગુસ્સે થયા છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular