નવજીવન ન્યૂઝ. સુરતઃ Surat News: બાળકના જન્મના છ દિવસ બાદ છઠ્ઠીનો પ્રસંગ કરવામાં આવતો હોય છે. લોકમાન્યતા મુજબ આ દિવસે વિધાતા બાળકના લેખ લખવા માટે આવે છે. ઉપરાંત બાળકનું નામકરણ પણ આ દિવસે જ થાય છે. પણ આવા ખુશીના માહોલમાં જ્યારે આંગણે માતમ છવાય ત્યારે પરિવારજન પર કેવું આભ ફાટી પડતું હોય છે તેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. આવું જ કંઈ બન્યુ છે સુરતમાં. સુરતના (Surat) એક પરિવારમાં દીકરાનો જન્મ (Son birth) થતા છઠ્ઠીનો પ્રસંગ (occasion) રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગમાં દીકરાના જન્મની ખુશીમાં પિતા નાચી (Father Dancing) રહ્યા હતા. ત્યારે અચાનક ઢળી પડતાં હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન પિતાનું મોત (Death) નિપજ્યું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર, સુરતના કોસાડા (Kosad)વિસ્તારમાં રહેતા કિરણ ઠાકુરના ઘરે દીકરાનો જન્મ થયો હતો. ગઈકાલે નવજાત બાળકની છઠ્ઠીનો પ્રસંગ રાખવામાં આવ્યો હતો. પરિવારમાં બાળકનો જન્મ થતાં પ્રસંગ દરમિયાન પરિવારજનો ખુશીથી છલકાઈને નાચગાન કરી રહ્યા હતા. આ પ્રસંગમાં નવજાત બાળકનું નામકરણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન નાચી રહેલા બાળકના પિતા કિરણ અચાનક ઢળી પડતા બેભાન થઈ ગયા હતા.
કિરણની આ હાલત જોઈને પ્રસંગમાં હાજર મહેમાન અને પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને કિરણને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે કિરણને મૃત જાહેર કરતાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો હતો. તબીબોએ જરૂરી સેમ્પલ લઇને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપીને મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપ્યો હતો. હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સામે આવશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








