Two men arrested with guns from PM Modi’s event venue Mumbai : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રવાસે (Narendra Modi’s Gujarat-Maharashtra visit) છે. ગુજરાતના પ્રવાસ બાદ વડાપ્રધાન Narendra Modi મુંબઈ પહોંચવા હતા તે અગાઉ કાર્યક્રમ સ્થળેથી પોલીસે બે શખસોની ધરપકડ કરી છે. પકડાયેલા બે શખસો પાસેથી ગન તેમજ PMO નું નકલી આઈકાર્ડ મળી આવ્યું છે. મુંબઈ પોલીસે (Mumbai Police) બીકેસી સ્થિત નીતા અંબાણી કલ્ચરલ સેન્ટર (Nita Ambani Cultural Center BKC) માંથી ધરપકડ કરાયેલા શખસોની ઝીણવટભરી પૂછપરછ આરંભી તેમના રિમાન્ડ મેળવવા પ્રક્રિયા હાથ ધરી છે.
વડાપ્રધાન મોદી મંગળવારે સાંજે મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ (GFF) 2026નું ઉદ્ઘાટન કરવાના હતા. ગ્લોબલ ફિનટેક ફેસ્ટનું સાતમું સંસ્કરણ 8 થી 11 સપ્ટેમ્બર દરમિયાન મુંબઈમાં યોજાઈ રહ્યું છે. આ કાર્યક્રમ જે સ્થળે યોજાવાનો હતો ત્યાંથી બોડગાર્ડ સાથે ફરી રહેલાં શકમંદ શખસને પોલીસે અટકાવ્યો હતો. રોહન પારેખ (Rohan Parekh) નામના શખસે પોતાની ઓળખ વડાપ્રધાન કાર્યાલય અધિકારી તરીકેની આપી હતી અને PMO નું ઓળખપત્ર બતાવ્યું હતું. પ્રાથમિક પૂછપરછમાં રોહન પાસે રહેલું પીએમઓ આઈકાર્ડ નકલી (Fake PMO Officer) હોવાનું સામે આવ્યું હતું. આ બંને શખસો પાસેથી એક ગન પણ મળી આવી હતી. જેથી મુંબઈ ક્રાઈમ બ્રાંચે (Mumbai Crime Branch) બંને શખસોની ધરપકડ કરી બંને જણા કાર્યક્રમ સ્થળ સુધી કેવી રીતે અને કોની મદદથી આવ્યો તેમજ તેમનો આવવાનો હેતુ જાણવા પ્રયાસ શરૂ કર્યો છે.








