નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદના (Ahmedabad) માધુપુરા વિસ્તારમાં ગુનેગારો બેફામ બન્યા છે. જાણે કે હવે ગુનેગારોને પોલીસનો કોઈ ડર રહ્યો જ હોય તેવી રીતે જાહેરમાં હત્યાની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે અમદાવાદના માધુપુરા વિસ્તારમાં જૂની અદાવતમાં આરોપીઓએ યુવકને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ મૃતકના પરિવારે પોલીસને કરતા માધુપુરા પોલીસનો (Madhupura Police) કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત યુવકનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જેને લઈ માધુપુરા પોલીસે ચારેય આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી અલગ-અલગ ટીમ બનાવી તપાસ તેજ કરી છે.
બનાવની વિગત મુજબ, અમદાવાદના માધુપુરા વિસ્તારમાં આવેલા જૂના ઠાકોર વાસમાં રહેતો કૃણાલ ઠાકોર પાનનો ગલ્લો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આજથી ત્રણ મહિના અગાઉ તેની પત્નીને તેમના જ વિસ્તારમાં રહેતા આરોપી સાથે કોઈ બાબતને લઈ બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીને લઈને ગઇકાલે રાત્રે કૃણાલ ઠાકોર અને આરોપી વચ્ચે ઉગ્ર માથાકૂટ થઈ હતી. જેના કારણે આસપાસના સ્થાનિકો એકત્રિત થઈ ગયા હતા અને બંને યુવકોને સમજવીને મામલો થાળે પાડ્યો હતો. ત્યાર બાદ કૃણાલે આરોપી સામે ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું અને તે ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન જય રહ્યો હતો. તે દરમિયાન આરોપી તેની સાથે અન્ય 4 વ્યક્તિઓને લઈને આવ્યો હતો અને કૃણાલને કહ્યું હતું કે, ‘તું મારી સામે ફરિયાદ કરવા જાય છે.’ અને બાદમાં યુવકને છરીના ઘા મારીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
છરીના ઘા વાગવાને કારણે કૃણાલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો પણ એકત્રિત થઈ ગયા હતા અને ઘટના અંગે પોલીસને જાણ કરી હતી સાથે જ 108 એમ્બ્યુલન્સને પણ જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલમાં ફરજ પર હજાર તબીબે તેને મરુત જાહેર કર્યો હતો. હાલ પોલીસે કરણ રાજપૂત, પિયુષ ઠાકોર, ચિરાગ ઠાકોર, રાજ ઠાકોર અને દશરથ ઉર્ફે કાળુ સામે હત્યાનો ગુનો નોંધી તેમને પકડવા તજવીજ હાથ ધરી છે.
આ અંગે ACP ડી. વી. રાણાએ જણાવ્યું હતું કે, ગત મંગળવારે રાત્રે 11 વાગ્યાના અરસામાં જૂની અદાવતને લઈ મારામારીની ઘટના બની હતી. જેમાં 4થી 5 જેટલા આરોપીઓ દ્વારા કુણાલ ઠાકોર નામના યુવક પર છરીના ઘાં ઝીકીં હત્યા કરવામાં આવી હતી. ઘટનાને પગલે તાત્કાલિક માધુપુરા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પરિવારજનોની ફરિયાદ લઈ આરોપીઓ સામે હત્યાનો અંગેનો ગુનો નોંધી ધરપકડ કરવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Tag: Ahmedabad Crime News Today Gujarati
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








