નવજીનવ ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચીફ જસ્ટિસની કોર્ટમાં હાઇબ્રીડ હિયરિંગનો પ્રોજેક્ટ (Hybrid hearing project) શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કોઈ પણ વકીલ વિડીયો મારફતે કોર્ટમાં હજાર રહી શકશે. વકીલોને ZOOM એપ્લીકેશન દ્વારા કોર્ટ હિયરિંગમાં હજાર રહેવા માટે ગુજરાત હાઇકોર્ટની (Gujarat High Court) ઓફિસિયલ વેબસાઇટ પર જઈને આ માટેની પ્રક્રિયા કરવાની રહેશે. જે બાદ કોઈ પણ વકીલ કોર્ટમાં વર્ચ્યુઅલી હજાર રહી શકશે. આ પ્રક્રિયા માટે વકીલે કોર્ટની ગાઈડલાઇનનું પાલન કરવાનું રહેશે.
પ્રાથમિક તબક્કે આ પ્રોજેક્ટ અંતર્ગત દર ગુરૂવારના રોજ હાઇબ્રીડ હિયરિંગની વ્યવસ્થા ઉપલબ્ધ કરવવામાં આવતી હતી, જેને હવે ચાલુ દિવસોમાં પણ અમલી કરવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. જેથી હવે વધારે જસ્ટિસની કોર્ટમાં આવી રીતે હાઇબ્રીડ હિયરિંગમાં વકીલો ઓનલાઈન જોડાઈ શકશે અને દૂરથી આવતા વકીલો આ પ્રોજેક્ટનો લાભ ઉઠાવી શકશે.
ગુજરાત હાઈકોર્ટમાં હાઇબ્રિડ હિયરિંગનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો હતો, જેમાં દર ગુરૂવારના રોજ આ વ્યવસ્થા વકીલને ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ વીડિયો કોન્ફરન્સથી હિયરિંગનું પણ લાઈવ સ્ટ્રીમિંગ યુટ્યુબ પર થાય છે. ત્યારબાદ હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા હાઇબ્રિડ મોડ પર કેસ ચલાવવાની પરવાનગી ફક્ત ગુરુવારને બદલે તમામ ચાલુ દિવસે પણ આપી દેવાઈ છે. અત્યાર સુધી આ સુવિધા ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ બીરેન વૈષ્ણવની કોર્ટ પૂરતી મર્યાદિત હતી. જેનો હવે જસ્ટિસ આશુતોષ શાસ્ત્રી અને એ. એસ. સુપેહિયાની કોર્ટ સુધી વિસ્તાર કરવામાં આવ્યો છે. તેમજ આગામી સમયમાં વધુ જસ્ટિસની કોર્ટમાં આ પ્રકારની સવલત ઉભી થાય તેવી સંભાવના છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








