નવજીવન ન્યૂઝ. બનાસકાંઠાઃ Banaskantha News: સમગ્ર ભારતમાં 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ હોવાથી ડ્રાય ડે માનવામાં આવતો હોય છે. આ દિવસે અન્ય રાજ્યોમાં જ્યાં પરમિશન સાથે દારૂનું વેચાણ થતું હોય છે, ત્યાં પણ ડ્રાય દિવસે દારૂની દુકાન બંધ રહેતી હોય છે. પરંતું 15મી ઓગસ્ટે ડ્રાય દિવસે પણ બનાસકાંઠામાંથી (Banaskantha) દારૂનો મોટો જથ્થો (Liquor Smuggling) પોલીસે ઝડપી પાડ્યો છે. રાજસ્થાનથી જીપ્સમ પાઉડરની આડમાં લવાતા દારૂના જથ્થોને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. આ મામલે પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરીને દારૂનો જથ્થો ક્યાં અને કોને મોકવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, ગાંધીનગર CID ક્રાઈમમાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સપેક્ટર એસ. એચ. શર્માને બાતમી મળી હતી કે, ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને એક કન્ટેનર ગુજરાતમાં આવી રહ્યું છે. બાતમીના આધારે CID ક્રાઈમની ટીમ ડીસા-ઘાનેરા હાઈવે નજીક કંસારી ટોલટેક્સ પાસે વોચમાં ગોઠવાઈ હતી. આ દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા તેને અટકાવી હતી. પોલીસે પૂછપરછ કરતાં ટ્રક ચાલકે હેન્ડીક્રાફ વસ્તુઓની બિલ્ટી પોલીસને બતાવી હતી.
પરંતું પોલીસને ચોક્કસ બાતમી હોવાથી ટ્રકની તલાસી લેવાનું શરૂ કર્યું હતું, તે દરમિયાન ટ્રકની પાછળનું ક્નટેનર ખોલતા તેમાંથી જીપ્સમ પાઉડરની થેલીઓ મળી આવી હતી. આ પાઉડરની થેલી હટાવીને વધુ તલાસી લેતા ટ્રકમાંથી દારૂની પેટીઓ મળી આવી હતી. CIDની ટીમને ટ્રકમાંથી કુલ 16,380 દારૂની બોટલ મળી આવી હતી. જેની કિંમત 33,45,420 રૂપિયા થાય છે. પોલીસે દારૂના જથ્થા સાથે કુલ 53,72.780 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને ટ્રક ચાલકની ધકરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, ટ્રક ચાલકનું નામ સોનારામ જાટ છે જે રાજસ્થાનો રહેવાસી છે. આ દારૂનો જથ્થો રાજસ્થાનથી ભરીને કચ્છ અને સૌરાષ્ટ્ર તરફ લઈ જવાતો હતો.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








