Friday, October 16, 2026
HomeGujaratGandhinagarKalol : ગરબાના પાસ લેવા ગયેલા બે યુવકોને લુખ્ખા તત્વોએ પટ્ટા-ધોકાથી ફટકાર્યા...

Kalol : ગરબાના પાસ લેવા ગયેલા બે યુવકોને લુખ્ખા તત્વોએ પટ્ટા-ધોકાથી ફટકાર્યા અને કાર સળગાવી, પોલીસે ગુનો નોંધ્યો

- Advertisement -

Terror of hooligan elements in the Kalol region : ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા (Kalol Gandhinagar) ના બોરીસણા પંચવટી વિસ્તારમાં ગુરૂવારની રાતે લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો છે. ગરબાના પાસ લેવા માટે નીકળેલા બે યુવકોને માર મારી તેમની કાર સળગાવી દીધી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે કલોલ તાલુકા પોલીસે (Kalol Taluka Police Station) ચાર શખસો સામે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ આરંભી છે.

કલોલ પંથકના બોરીસણા રોડ પર વૈજનાથ સોસાયટીમાં રહેતા આસિક દીપકભાઈ ચૌહાણ (ઉ.20) મંદીરો બનાવવાનો ધંધો કરે છે. ગત ગુરૂવારની રાતે અંદાજે સાડા નવ વાગ્યાના અરસામાં સ્વિફ્ટ કાર લઈને પોતાના મિત્ર ક્રુપેશ પ્રજાપતિ સાથે ગરબાના પાસ લેવા નીકળ્યો હતો. આસિકે પોતાના ભાઈ મિતેશ પાસેથી પાસ લીધા બાદ ક્રુપેશ માટે હેલીપેડ ખાતે કિશન તિવારી પાસેથી પાર્ટી પ્લોટના પાસ લેવા બંને જણા નીકળ્યા હતા. આ સમયે રસ્તા પર પાર્ક કરેલી સફારી કાર પાસે ઉભેલા શખસોએ આસિકની કાર રોકી ગાળો બોલવા લાગ્યા હતા. આસિક અને ક્રુપેશ કારમાંથી નીચે ઉતરતા હુમલાખોરોએ પોતાની પાસે રહેલો પાળતુ કૂતરો છોડી દેતા આસિક જીવ બચાવવા ભાગી છૂટ્યો હતો. આસિકે ફોન કરી તેના ભાઈ આશિષને ઘટનાની જાણ કરી હતી.

- Advertisement -

બીજી તરફ હેલીપેડ ખાતે ક્રુપેશ પર લુખ્ખા તત્વોએ હુમલો કર્યો હતો. અભિ નામના શખસે કૂતરાને બાંધવાના પટ્ટા વડે ક્રુપેશને ફટકાર્યો હતો. અન્ય શખસ પાર્થે સ્વિફ્ટ કારના કાચ તોડી નાંખી આસિકને પાછો બોલાવવા ક્રુપેશને ધમકી આપી હતી. થોડાક સમયમાં આસિક તેના ભાઈ આશિષની સાથે અન્ય કારમાં ઘટનાસ્થળે પહોંચતા બાઇક પર તિર્થ નામનો શખસ અને અન્ય એક શખસ ત્યાં આવી ધોકા વડે આસિક અને ક્રુપેશને માર માર્યો હતો. દરમિયાનમાં મોકાનો લાભ લઈને આશિષની કારમાં આસિક તેમજ ક્રુપેશ બેસીને સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા. આરોપીઓએ સ્વિફ્ટ કારને સળગાવી દીધી હતી.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular