Wednesday, April 22, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદને મળ્યા 36માં પોલીસ કમિશનર, જ્ઞાનેન્દ્રસિંઘ મલિકે CP તરીકે સંભાળ્યો ચાર્જ

અમદાવાદને મળ્યા 36માં પોલીસ કમિશનર, જ્ઞાનેન્દ્રસિંઘ મલિકે CP તરીકે સંભાળ્યો ચાર્જ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News : પોલીસ કમિશનર વિહોણા બનેલા અમદાવાદને અંતે નવા પોલીસ કમિશનર મળી ચુક્યા છે. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા 70 જેટલા IPS અધિકારીઓની એકસાથે બદલી કરવામાં આવી હતી. જેમાં છેલ્વા ઘણા સમયથી અમદાવાદમાં પોલીસ કમિશનરને (Ahmedabad Police Commissioner) લઈ કોકંડુ ગુંચાવયેલું હતું, જેનો અંત આવ્યો છે. અમદાવાદ નવા પોલીસ કમિશનર તરીકે દિલ્હી ડેપ્યુટેશન પર રહેલા IPS અધિકારી જ્ઞાનેન્દ્ર સિંઘ મલિકને (Gyanendra Singh Malik) મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે તેમણે આજે વિધવત રીતે અમદાવાદ પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો હતો.

આજે અમદાવાદમાં 36માં પોલીસ કમિશનર તરીકે IPS જ્ઞાનેન્દ્ર સિંઘ મલિકે ચાર્જ લીધો છે. નવા પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળતા તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. અમદાવાદ પોલીસ કમિશનર તરીકે જ્ઞાનેન્દ્ર સિંઘ મલિકે ચાર્જ સંભાળતા આ પ્રસંગે શહેરના તમામ ઉચ્ચ અધિકારીઓ તેમજ કર્મચારીઓ તેમના સ્વાગત માટે કમિશનર કચેરીએ આવી પહોંચ્યા હતા. તમામ પોલીસ અધિકારીઓએ જ્ઞાનેન્દ્ર સિંઘ મલિકને પુષ્પ ગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું.

- Advertisement -

થોડા સમય પહેલા સંજય શ્રીવાસ્તવ વયમર્યાદાને કારણે નિવૃત થયા હતા, જેના પગલે ADGP પ્રેમવીર સિંઘને અમદાવાદ ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે વધારાનો હવાલો સોંપાયો હતો. ત્યાર બાદ છેલ્લા લાબાં સમયથી IPS અધિકારી બદલીને લઈ ચાલી રહેલા ગણગણાટ બાદ તાજેતરમાં મોટાપાયે થયેલી બદલીમાં જ્ઞાનેન્દ્ર સિંઘ મલિકની અમદાવાદ પોલીસ કમિશનર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જેઓ 1994 બેચના IPS અધિકરારી છે. તેઓ અમદાવાદ, વડોદરા, ગાંધીનગર અને નર્મદા જિલ્લામાં ફરજ બજાવી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ BSF વડા તરીકે પણ સેવા આપી ચુક્યા છે. તેઓને દિલ્હીથી અમદાવાદ મોકલવામાં આવ્યા છે.

Tag: Police Commissioner of Ahmedabad, GS Malik

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular