Thursday, April 30, 2026
HomeGujaratSuratદિવસમાં નિર્દોષ નાગરિકો જ દંડાય છે, પોલીસે દિવસના બદલે રાત્રે સઘન કાર્યવાહી...

દિવસમાં નિર્દોષ નાગરિકો જ દંડાય છે, પોલીસે દિવસના બદલે રાત્રે સઘન કાર્યવાહી કરવી જોઈએ: કુમાર કાનાણી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: Surat News : પોતાની સરકાર સામે નિવેદનો આપતા સવાલો કરતા એવા બેબાક સુરતના (Surat) ધારાસભ્ય કુમાર કાનાણીનું (MLA Kumar Kanani) વધુ એક નિવેદન ચર્ચા આવ્યું છે. જેમાં તેમણે પોલીસની (Gujarat Police) સુરતમાં ચાલી રહેલી મેગા ડ્રાઈવની કામગીરી અંગે પોલીસને સુફિયાણી સલાહ આપી છે. હાલ રાત્રે નબીરાઓ બેફામ બની દારૂના નશામાં ઓવરસ્પિડિંગ કરી વાહનો ચલાવી રહ્યા છે. ત્યારે આવા અકસ્માતના (Road Accident) કિસ્સાઓ રાત્રિ દરમિયાન વધારે બની રહ્યા છે. જેને પગલે કુમાર કાનાણી દિવસના બદલે રાત્રે સઘન કાર્યવાહી કરવા પોલીસને સલાહ આપી છે.

આ અંગે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું છે કે, અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માત (Ahmedabad Iskcon Bridge Accident) બાદ પોલીસની ખૂબ સઘન કામગીરી થઈ રહી છે. પરંતુ એ મોટાભાગની કામગીરી દિવસમાં થઈ રહી છે. તો એનાથી આવી ઘટનાઓ અટકે એમ હું માનતો નથી. કારણ કે દિવસે ડ્રાઈવ ચાલી રહી છે જેમાં સામાન્ય રીતે નોકરી-ધંધે જતા માણસો દંડાઈ રહ્યા છે. દિવસમાં કોઈ ઓવરસ્પિડમાં વાહન નથી ચલાવતા દિવસની ડ્રાઈવથી ટ્રાફિક થાય છે. આ ડ્રાઈવમાં તો નિર્દોષ લોકો દાંડાઈ રહ્યા છે. આવી ઘટના રોકવી હોય તો રાત્રે બેફામ વાહન ચલાવે છે, નશામાં હોય છે એના માટે રાત્રે સઘન કાર્યવાહી થવી જોઈએ. સુરતમાં CCTV કેમેરા છે, કોન્ટ્રલ રૂમ છે. વાહનો નિયમનો ભંગ કરે તો ઈ-મેમો આવે છે. તો આવા કેમેરાનો ઉપયોગ રાત્રિના સમયે વધારે થવો જઈએ, જ્યાં બેફામ ગતિએ લોકો વાહન દોડાવે છે. નશાઓ કરીને વાહન ચલાવે છે. તેમના ઉપર નજર રાખવી જોઈએ અને કાર્યવાહી રાત્રિના સમય થવી જોઈએ.

- Advertisement -

તેમણે કહ્યું કે, ડ્રિંક કરીને ડ્રાઈવિંગ કરવાના જે કાયદાઓ છે. એમાં સામાન્ય સજા હોય છે અથવા તો આરોપીઓ છૂટી જતા હોય છે. આવા લોકોને કડક સજા થાય તેવા કાયદા બનવા જોઈએ. આ બાબાતે આગામી દિવસોમાં અમે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ રજૂઆત કરી ધ્યાન દોરીશું. અત્રે ઉલ્લેખનીય છે કે, કુમાર કાનાણી અવાર-નવાર જનતાના મુદ્દાને લઈ સરકાર સામે અવાજ ઉઠાવતા હોય છે. ત્યારે સુરતમાં સ્પેશિયલ ડ્રાઈવને પગલે અમુક નબીરાઓને કારણે સામાન્ય જનતા પણ હાલાકી ભોગવી રહી છે. તેને લઈ તેમણે પોલીસ વિભાગને સલાહ આપી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular