Wednesday, February 18, 2026
HomeGujaratSuratસુરતમાં ત્રીજા માળેથી કિશોરી પટકાઈ, દીકરીની હાલત જોઈને માતા થઈ બેભાન: VIDEO

સુરતમાં ત્રીજા માળેથી કિશોરી પટકાઈ, દીકરીની હાલત જોઈને માતા થઈ બેભાન: VIDEO

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરતઃ સુરતમાં (Surat) વાલીઓ માટે લાલબત્તી સમાન એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતના વરાછા (Varachha) વિસ્તારમાં એક કિશોરી ત્રીજા માળેથી જમીન પર પટકાઈ છે. જેના CCTV ફુટેજ સોશિયલ મીડિયામાં વાયરલ (Video Viral) થયા છે. કિશોરી ત્રીજા માળેથી પટકાતા તુરંત માતા દોડીને આવે છે, પરંતું કિશોરીની હાલત જોઈને માતા ત્યાંને ત્યાં જ બેભાન થઈને જમીન પર ઢસી પડે છે. જે દૃશ્ય જોઈને આસપાસના લોકો મદદ માટે દોડી આવે છે. જોકે સમગ્ર બનાવમાં કિશોરીનો જીવ બચી ગયો હતો.

Surat Girl Falls CCTV
Surat Girl Falls

પ્રાપ્ત વિગત અનુસાર, સુરતના વરાછા વિસ્તારમાં આવેલી તુલસી પાર્ક સોસાયટીમાં ત્રીજા માળની ગેલેરીમાંથી કિશોરી જમીન પરથી પટકાઈ હતી. તુલસી પાર્ક સોસાયટીમાં કેટલાક વૃદ્ધો ખુરશી પર બેઠા હતા. તે દરમિયાન અચાનક કિશોરીનો પગ સ્લીપ થઈ જતાં ત્રીજા માળની ગેલેરી પરથી નીચે પટકાઈ હતી. ફુટબોલની જેમ કિશોરી જમીન પર પટકાતા નીચે બેઠેલા વૃદ્ધો ખુરશી પરથી ઊભા થઈ ગયા હતા. સ્થાનિક લોકો દ્વારા કિશોરીને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. જ્યાંથી વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. કિશોરી હાલ ધોરણ 10માં અભ્યાસ કરે છે.

- Advertisement -

કિશોરી નીચે પડતાં આસપાસના રહીશો મદદ માટે દોડી આવે છે. આ સમયે માતા પણ ઘરની બહાર આવી જાય છે. માતા-દીકરીની હાલત જોતા તે જ ક્ષણે બેભાન થઈ જાય છે. જેથી મદદે આવેલા લોકો માતાને ભાનમાં લાવવાની કોશિશ કરીને ઘરે લઈ જાય છે. જ્યારે એક રાહદારી કિશોરીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જાય છે. કિશોરી જમીન પર પટકાઈ ત્યારે સીધું માથું અથડાયું ન હતું, પહેલા હાથ પગ રોડ પર અથડાયા હતા. જેથી હાથમાં વધારે ઈજાઓ થઈ છે, જ્યારે માથામાં પણ ગંભીર ઈજાઓ થઈ છે. જો સીધું માથું જમીન પર પટકાયું હોત તો કદાચ કિશોરીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હોત તેવું સ્થાનિક લોકોનું કહેવું છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular