Wednesday, April 22, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદના યુવકનું અમેરિકામાં અપહરણ બાદ હત્યા, લાશને નદીમાં ફેંકી

અમદાવાદના યુવકનું અમેરિકામાં અપહરણ બાદ હત્યા, લાશને નદીમાં ફેંકી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતીઓને અમેરિકાનું ઘેલુ લાગ્યું છે. ડોલરમાં કમાણી કરવા માટે મોટી સંખ્યામાં લોકો અમેરિકા(America) જઈ રહ્યા છે. અમેરિકાની ઘેલછામાં લોકો કાયદેસર અથવા ગેરકાયદેસર રીતે અમેરિકા જવાનો પ્રયાસ કરતાં હોય છે. તાજેતરમાં જ ગેરકાદેસર અમેરિકા જવાની લાલચમાં અમદાવાદના દંપતીનું ઈરાનમાં અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારે આજે અમદાવાદના (Ahmedabad) વધુ એક યુવાનને અમેરિકામાં અપહરણ (Kidnap) કર્યા બાદ હત્યા કરી દેવામાં આવી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના મેમનગર વિસ્તારમાં રહેતા ડૉ. એમ. કે. ગજેરાના 41 વર્ષીય પુત્ર હિરેન ગજેરાની દક્ષિણ અમેરિકામાં અપહરણ કર્યા બાદ હત્યા કરી દેવામાં આવી છે. હિરેન વર્ષ 2006માં અમેરિકા ગયો હતો. અમેરિકાના એમ્પાલમ શહેરમાં હિરેને સાગના લાકડાનો વેપાર શરુ કર્યો હતો. જ્યાં તે સાગના લાકડાને એક્સપોર્ટ કરતો હતો. હિરેન વર્ષ 2014 સુધી અમેરિકામાં રહ્યા બાદ અમદાવાદ પરત આવ્યો હતો.

- Advertisement -

ત્યાર બાદ ગત વર્ષે માર્ચ મહિનામાં હિરેન પરત અમેરિકા ગયો હતો. અમરિકા ગયા બાદ ક્યએન્કા શહેરમાં નવું ઘર પણ બનાવ્યું હતુ. ત્રણ જુનના રોજ હિરેન મિત્રની બર્થ ડે પાર્ટીમાં ગયો હતો. જ્યાંથી પરત ફરતી વખતે દક્ષિણ અમેરિકાના એમ્પાલમ શહેરમાંથી હિરેનનું કોલંબિયન ત્રાસવાદીઓએ અપહરણ કર્યું હતું. અપહરણ કર્યા બાદ ત્રાસવાદીઓએ 1 લાખ યુએસ ડોલર અથવા તો 70 કિલો ડ્રગ્સની માગણી કરી હતી. જોકે આખરે ત્રાસવાદીઓ હિરેનને 20 હજાર યુએસ ડોલરમાં છોડવા માટે સમત થયા હતા અને આ રકમ હિરેનની પત્ની એકલી આપવા માટે આવે તેવી શરત મુકી હતી. ત્રાસવાદીઓની આ શરતને પરિવારે સ્વિકારી પણ લીધી હતી. તેમ છતાં ત્રાસવાદીઓએ હિરેનની હત્યા કરી નાખી હતી અને હત્યા કર્યાબાદ મૃતદેહને નદીમાં ફેંકી દીધો હતો.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular