નવજીવન ન્યૂઝ. દાહોદઃ Dahod Bribe Case : રાજ્યમાં સરકારી પગારથી ભૂખ ન સંતોષાતા અનેક અધિકારી એસીબીની ઝપટમાં આવતા હોય છે. ત્યારે દાહોદમાં વધુ એક મહિલા અધિકારી લાંચ લેવા જતાં એસીબીના હાથે ઝડપાઈ ગઈ છે. દાહોદમાં એક શિક્ષકે જિલ્લા શિક્ષાણાધિકારીને કાયદાનો એવો પાઠ ભણાવ્યો કે મહિલા ક્લાસ વન ઓફિસરને જેલ ભેગા થવાનો વારો આવ્યો છે. જિલ્લા શિક્ષાણાધિકારી લાંચ લેતા ઝડપાઈ જતાં શિક્ષણ વિભાગમાં સોપો પડ્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર, ફરિયાદી નિવૃત થવાના હોવાથી તેઓના પેન્શન કેસના કાગળોમાં કોઇ લેણા બાકી ન હોવા બાબતના પ્રમાણપત્રમાં સહી કરવા માટે દાહોદ જિલ્લા શિક્ષાણાધિકારી કાજલ દવેએ ફરીયાદી પાસેથી રૂપિયા ૧૦,૦૦૦ લાંચની માગણી કરી હતી. સત્યના પાઠ ભણાવતા શિક્ષક પાસે જ લાંચ માગવામાં આવતા શિક્ષકે જિલ્લા શિક્ષાણાધિકારીની શાન ઠેકાણે લાવવા માટે સમગ્ર બનાવ અંગેની જાણ એસીબીમાં કરી હતી. અને જિલ્લા શિક્ષાણાધિકારીને એસીબીએ રંગેહાથે ઝડપી લીધા છે.
આ પણ વાંચો: દાહોદમાં રેડ કરવા ગયેલી નિર્લિપ્ત રાયની ટીમ પર બુટલેગરનો હુમલો, અંદાજીત 12 રાઉન્ડ ફાયરિંગ
એસીબીના ટ્રેપિંગ (ACB Trap) અધિકારી પોલીસ ઇન્સ્પેકટર કે. વી. ડીંડોર દ્વારા જીલ્લા સેવા સદન દાહોદ ખાતે બીજા માળે આવેલી જિલ્લા શિક્ષાણાધિકારીની કચેરીમાં લાંચનું છટકુ ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન જિલ્લા શિક્ષાણાધિકારી કાજલ દવે ફરિયાદી પાસેથી રૂપિયા ૧૦,૦૦૦ની લાંચની રકમ સ્વીકારતાં એસીબીના હાથે ઝડપાઈ ગયાં હતાં. સમગ્ર મામલે એસીબી દ્વારા મહિલાને ડીટેઈને કરીને એસબીની કચેરીએ લઈ જઈ વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, એક તરફ ધોરણ 10 અને 12ની બોર્ડની પરિક્ષા ચાલી રહી છે તે દરમિયાન જ જિલ્લા શિક્ષાણાધિકારી લાંચ લેતા ઝડપાતાં અનેક ચર્ચાઓ જાગી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








