નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad Crime News: સુખ દુઃખમાં સાથે રહેવાના વચન આપીને શરુ કરેલો સંબંધ એક કરુણ મુકામ પર પહોંચ્યો છે. છએક મહિના અગાઉ પતિથી છૂટી પડેલી પત્નીને તેના પૂર્વ પતિએ જાનથી મારી નાખવાની અને તેના ફોટો સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ કરવાની ધમકી આપી હોવાની ફરિયાદ પૂર્વ અમદાવાદના ઇસનપુર પોલીસ (Ahmeddabad Police)સ્ટેશનમાં નોંધાઈ.
અમદાવાદના એક સામાન્ય પરિવારની દીકરીના શબનમનાં લગ્ન સુરત ખાતે રહેતા અઝીમ સાથે ૨૦૦૮માં થયા હતા. લગ્નજીવનથી તેમને એક પુત્ર પણ હતો. પરંતુ લગ્નના થોડા વર્ષો બાદ શબનમને ખબર પડી હતી કે, અઝીમને ડ્રગ્સનો નશો કરવાની આદત છે. ડ્રગ્સના રવાડે ચઢેલો અઝીમ શબનમ પાસે કાયમ પૈસાની માગણી કરતો અને મારઝૂડ પણ કરતો. તેનાથી કંટાળી જઈને શબનમે 2022માં અઝીમને છૂટાછેડા આપ્યા હતા. અને અમદાવાદ ખાતે માતા-પિતા રહેવા લાગી હતી.
પરંતુ જાન્યુઆરી 2023માં જ્યારે અઝીમે ફરીથી શબનમનો સંપર્ક કર્યો ત્યાર પછી વાત વધુ વણસી ગઈ. તેણે શબનમને વારંવાર ફોન કરીને રૂબરૂ મળવા માટે દબાણ કર્યું. હદ તો ત્યારે આવી કે, જ્યારે એ શબનમને લેવા માટે અમદાવાદ આવી પહોંચ્યો. શબનમે અને તેના પરિવારે જ્યારે અઝીમને ના કહી ત્યારે બધાને જાનથી મારી નાખવાની ધમકી આપી. આટલેથી ન અટકતાં શબનમના ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની પણ ધમકી આપી.
અઝીમે એમ પણ કહ્યું કે, જો આવું ન થવા દેવું હોય તો ત્રણ લાખ રૂપિયા આપવા પડશે. જેનાથી ત્રસ્ત થઈને શબનમના પિતાએ ઇસનપુર પોલીસસ્ટેશનમાં અઝીમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને કરીને તપાસ શરૂ કરી છે.
(નોંધ: મહિલાનું નામ બદલ્યું છે.)
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








