Saturday, June 3, 2023
HomeGujaratVadodaraસયાજીરાવ યુનિવર્સિટીમાં ABVPના કાર્યકરોએ કેમ કર્યો હોબાળો? વક્તાથી તેમને શું વાંધો હતો?

સયાજીરાવ યુનિવર્સિટીમાં ABVPના કાર્યકરોએ કેમ કર્યો હોબાળો? વક્તાથી તેમને શું વાંધો હતો?

- Advertisement -

નવજીવન ન્યૂઝ વડોદરા: વડોદરા ખાતે આવેલી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (Maharaja Sayajirao University) ખાતે બુધવારે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો વિષય હતો “Respecting diversity through joint social action” (સંયુક્ત સામાજિક ક્રિયા દ્વારા વિવિધતાને માન આપવું) આ વિષય ઉપર વિદ્યાર્થીઓ સાથે વાત કરવા દિલ્હીની જામિયા મીલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના સોશિયલ વર્ક વિભાગના પ્રોફેસર ઝુબેર મીનાઈને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ સેમિનાર દરમિયાન ABVPના કાર્યકરોએ ઉગ્ર વિરોધ કરીને સેમિનાર રદ કરવાની ફરજ પાડી હતી.

સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક દ્વારા આયોજિત આ સેમિનાર શરૂ થતાંની સાથે જ ભારતીય જનતા પક્ષની વિદ્યાર્થીપાંખ ABVPના વિદ્યાર્થી કાર્યકર્તાઓએ હોબાળો શરૂ કરી દીધો હતો. તેઓએ ભારત માતા કી જયના નારા લગાવી અન્ય આર્ટ્સના વિદ્યાર્થીઓ સાથે મારામારી શરૂ કરી દીધી હતી. જોકે હાજર રહેલા અન્ય શિક્ષકો અને સ્ટાફના લોકોએ તેમની સાથે વાત કરીને જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે, તેઓ આવું કેમ કરી રહ્યા છે?

- Advertisement -
આ પણ વાંચો: મુજરા કરવા હોય તો વ્યક્તિગત ફંકશનમાં બોલાવે, વડોદરા MS યુનિવર્સિટીના સેનેટે તંત્રને ખખળાવ્યું

પ્રાપ્ત વિગતો અનુસાર ABVPના વિદ્યાર્થી કાર્યકર્તાઓએ દાવો કર્યો હતો કે, પ્રોફેસર ઝુબેર મીનાઈ સામ્યવાદી છે, અને ભારત વિરોધી ટિપ્પણી કરવા માટે જાણીતા છે. સયાજીરાવ યુનિવર્સિટીના સોશિયલ વર્ક ફેકલ્ટી વિભાગના ડીન ડૉ.ભાવના મહેતાને તેમણે સવાલ કર્યો હતો કે, જે વિષય પર વક્તવ્ય આપવા તેમને આમંત્રિત કરવામાં આવ્યા છે તે વિષય પર બોલવા માટે ફેકલ્ટીને ગુજરાતમાં કોઈ વિદ્વાન ન મળ્યા? તેમણે ઝુબેર મીનાઈને જ શા માટે આમંત્રણ આપ્યું?

યુનિવર્સિટીનાં કેમ્પસની કેન્ટીનમાં બનેલી આ ઘટનામાં કેટલાક વિદ્યાર્થીઓને ઇજા પણ પહોંચી હતી અને સમગ્ર ઘટનાની સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. પોલીસ કાર્યવાહી દરમિયાન ચાર વિદ્યાર્થીઓની અટકાયત પણ કરવામાં આવી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular